ઊના તાલુકાંમાં તાઉતે વાવાઝોડાએ ભારે તબાહીના મચાવેલી છે અને બંદરો પર મજુરી કરતાં માછીમારોનાં પરિવારને બરબાદ કરી દીધાં છે. સરકારનાં વહીવટીતંત્ર સબ સલામતનાં દાવા વચ્ચે અહીં બંદર વિસ્તારમાં રહેતા માછીમારો બેહાલ છે. અહીંના ધાર બંદર વિસ્તારના લોકોના છાપરા વાવાઝોડામાં છીનવાઈ ગયા છે અને માથે ચોમાસું છતાં આ લોકો હજુ માટે રહેવાની કોઈ પૂરતી વ્યવસ્થા નથી, પીવાનું પાણી પણ નથી. સૈયદરાજપરા બંદરમાં જાફરાબાદ તાલુકાનાં ધારા બંદરના સેંકડો શ્રમિકો અને માછીમાર પરિવારો બોટો સાથે બાંગલા વિસ્તારનાં કાંઠે ઝુંપડા બાંધી વેપાર ધંધા કરીને ગુજરાન ચલાવે છે. આવાં પરીવારોને વાવાઝોડાનાં કારણે સ્થળાંતર કરેલું અને માલ સામાન ઘરવખરીને નુકશાન થયું છે.
વાવાઝોડાનાં 20 દિવસ પછી પણ સૈયદરાજપરા બંદર પર વસતાં પરીવારોને રહેવાનો આશરો મળ્યો નથી. ખુલ્લા આકાશ નીચે ગરમી અને મચ્છરનાં કારણે નાનાં ભૂલકા પરેશાનીઓ વેઠી રહ્યા છે અને પીવાનું પાણીની સમસ્યા વિકટ બની રહી છે. અંધારામાં મહિલા દિકરી નાનાં બાળકો અને વૃદ્ધ વ્યક્તિઓને જીવવું રહેવું દયાજનક બની ગયું છે. હાલમાં વાવાઝોડાનાં કારણે બોટોને પણ ભારે નુકશાની થઈ ગઇ છે અને સિઝન પણ વહેલી બંધ થતાં માછીમારનો ધંધો છીનવાતા લાચારી અનુભવી રહયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application