દેશમાં GST કલેક્શનમાં ફરી એકવાર વધારો થયો છે. નાણા મંત્રાયલના ડેટા અનુસાર, એપ્રિલ અને ડિસેમ્બર 2023ની વચ્ચે GST કલેક્શન 12 ટકા વધીને 14.97 લાખ કરોડ પહોંચી ગયું છે. વાર્ષિક ધોરણે 10 ટકા વધીને 1.65 લાખ કરોડ સુધી પહોંચી ગયું હતું. વર્ષ 2023માં 10 મહિના સુધી GST કલેક્શનનો આંકડો 1.5 લાખ કરોડને વટાવી ગયો છે. નાણા મંત્રાયલે નવા વર્ષમાં GSTનાં આંકડા જાહેર કર્યા છે. રિપોર્ટ અનુસાર, નવેમ્બર 2023માં GST કલેક્શન 1.68 લાખ કરોડ રૂપિયા હતું. ડિસેમ્બરમાં આ આંકડો 1.65 લાખ કરોડ હતું, જે માસિક ધોરણે લગભગ 2 ટકા ઓછો છે.
ગત નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં GST કલેક્શનના આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે. માસિક કલેક્શન સરેરાશ 1.66 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. ડિસેમ્બર મહિનામાં સેન્ટ્રલ GST 30,443 કરોડ અને સ્ટેટ GST 37,935 કરોડ રૂપિયા, ઈન્ટિગ્રેટેડ GST 84,255 કરોડ રૂપિયા અને સેસ 12,249 કરોડ રૂપિય રહ્યું છે. સરકારે ઈન્ટિગ્રેટેડ GSTમાંથી 40,057 કરોડ રૂપિયા સેન્ટ્રલ GST અને 33,652 કરોડ રૂપિયા સ્ટેટ જીએસટીને આપ્યા હતા. તેના કારણે ડિસેમ્બરમાં સેન્ટ્રલ GSTની કુલ આવક 70,501 કરોડ અને સ્ટેટ GSTની કુલ આવક રૂપિયા 71,587 કરોડ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500