સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીમાં સ્ટ્રોકની સાથે હાર્ટ એટેકના બનાવમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે બારડોલીના મઢી ગામે 38 વર્ષીય એક GRD જવાનનું ગેરેજની બહાર જ બાઈક પર ઢળી પડતાં મોત નિપજ્યું હતું. મોતનાં લાઈવ દૃશ્યો CCTVમાં કેદ થઈ ગયાં હતાં. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મઢી ગામે મુખ્ય હાઈસ્કૂલ નજીક આવેલ ગેરેજ પાસે બાલદા ગામે ટેકરી ફળિયામાં રહેતો યુવક કમલેશ બચુભાઈ ચૌધરી (ઉ.વ.38) બપોરના સમયે બાઇક રિપેર કરવા ગેરેજ પર લઈને આવ્યો હતો.
જ્યાંથી પરત જતી વખતે બાઇક પર બેસતાં જ તે બેભાન થઈને ઢળી પડ્યો હતો. ત્વરિત બાજુમાં ઊભેલા એક ઇસમે તેને પકડી બૂમાબૂમ કરી હતી. જેથી સ્થાનિકો પણ દોડી આવ્યા હતા. તાત્કાલિક એક તબીબની પણ મદદ લેવાઈ હતી. પરંતુ સારવાર મળે એ પહેલાં જ મોત થઈ ગયું હતું. મૃતક મઢી નજીક આવેલા બાલદા ગામનો રહેવાસી અને GRD તરીકે નોકરી પણ કરતો હોવાનું સામે આવ્યું છે. GRD જવાન અને ચૌધરી સમાજના આશાસ્પદ યુવકનું અવસાન થતાં સમસ્ત બાલદા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application