Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્યમાં ધીમે-ધીમે ઠંડી પડવાની શરૂઆત થઈ : આજથી ગરમીમાં કંઈક અંશે ઘટાડો થવાથી ઠંડીનું જોર વધશે તેવી શક્યતા

  • November 17, 2024 

રાજ્યમાં ધીમે ધીમે ઠંડી પડવાની શરુઆત થઈ રહી છે. જોકે કેટલાક શહેરોમાં બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. પરંતુ ઘણાં વિસ્તારોમાં સાંજ પડતાંની સાથે ઠંડી પડવા લાગી છે. નવેમ્બરનાં 15 દિવસ વીતી ચૂક્યા છે, પરંતુ હજુ પણ અપેક્ષિત ઠંડી શરુ થઈ નથી. માત્ર સવારે અને રાત્રે જ હળવી ઠંડી હોય છે. જેના કારણે ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ચાર-પાંચ દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. હવામાન વિભાગ અનુસાર અમરેલી, નલિયા, વડોદરા અને મહુવામાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રીથી નીચે નોંધાયું હતું.


જ્યારે અમદાવાદમાં સૌથી વધુ તાપમાન 34.5 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 19.9 ડિગ્રી નોંધાયું હતું. અમરેલીમાં 17 ડિગ્રી, નલિયામાં 17.5 ડિગ્રી, મહુવામાં 17.5 ડિગ્રી, વડોદરામાં 17.6 ડિગ્રી, કંડલા પૉર્ટમાં 18.2 ડિગ્રી, ડીસામાં 19 ડિગ્રી, પોરબંદરમાં 19 ડિગ્રી, ગાંધીનગરમાં 19.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. કેશોદમાં 19.4 ડિગ્રી, ભાવનગરમાં 19.8 ડિગ્રી, અમદાવાદમાં 19.9 ડિગ્રી, ભુજમાં 19.9 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 20 ડિગ્રી, સુરતમાં 23.1 ડિગ્રી, દેવભૂમિ દ્વારકામાં 23.4 ડિગ્રી અને ઓખામાં 25 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન નિષ્ણાતની આગાહી અનુસાર, આગામી દિવસોમાં રૅકોર્ડ બ્રેક ઠંડી પડે તેવી શક્યતા છે. જ્યાં સુધી મજબૂત પશ્ચિમી વિક્ષેપ નહીં આવે ત્યાં સુધી ઠંડી પડવાની શક્યતા નહીંવત છે. અત્યારે એક પશ્ચિમી વિક્ષેપ આવશે પરંતુ તે મજબૂત નથી. આમ છતાં તારીખ 17 નવેમ્બરથી ગરમીમાં કંઈક અંશે ઘટાડો થવાથી ઠંડીનું જોર વધશે. આ દરમિયાન ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ જઈ શકે છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application