Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ખાટલાની પાલખી બનાવીને પાણીમાં ગરકાવ વિસ્તારમાંથી લોકોને અને બકરીના બચ્ચાને ખભે બેસાડીને સલામત સ્થળે ખસેડયુ....

  • July 14, 2022 

કરજણ તાલુકાના માત્રોજ ગામે પોલીસ જવાનો ગ્રામ રક્ષક દળના જવાનો તાલીમ પામેલા આપદા મિત્રો અને મહેસુલી તંત્રના સંકલન થી ૨૩૦ વ્યક્તિઓ અને દુધાળા પશુઓ સલામત સ્થળે સમયસર ખસી શક્યા...સાથે મળીને પડકારોનો સામનો કરવો એ આપદ ધર્મ છે.એક અકેલા થક જાયેગા મિલકર બોઝ ઉઠાના,સાથી હાથ બઢાના એ મુશ્કેલીઓ સામે ખભેખભા મિલાવીને લડવાનું પ્રેરણા સૂત્ર છે.


કરજણ તાલુકાના માત્રોજ ગામમાં જ્યારે ભૂખી નદીનું ઘોડાપૂર ઘસમસ્તા પ્રવાહ સ્વરૂપે ફરી વળ્યુ ત્યારે સ્થાનિક પોલીસ,ગ્રામ રક્ષક દળ,મહેસૂલી તંત્ર અને તાલીમ પામેલા આપદા મિત્રોએ સંકલન અને સાહસ થી આ જળ આફતનો સામનો કરીને ૨૩૦ લોકો અને દુધાળા પશુઓને ઉગારી લીધા હતા.


મંગળવારે આ બચાવ અભિયાનમાં કરજણના પોલીસ અધિકારી શ્રી એમ. એ.પટેલના સુકાન હેઠળ ૧૨ પોલીસ જવાનો,૧૪ ગ્રામ રક્ષક દળના જવાનોની સાથે જી.એસ.ડી.એમ. એ.દ્વારા સંકટ સમયે બચાવની તાલીમ પામેલા આપદા મિત્રો શ્રી કુણાલ પાટણવાડીયા,આદિલ પટેલ અને આસિફ પટેલ જોડાયાં હતા.


આ આપદા મિત્રો એ સંકટ સમયે ઉપલબ્ધ ચીજ વસ્તુઓનો કુશળતાપૂર્વક અને સમયસૂચક ઉપયોગ કરીને મુશ્કેલીમાં થી લોકોને ઉગારવાની તાલીમનો બખૂબી ઉપયોગ કર્યો હતો.તેમણે ખાટલાની પાલખી બનાવી શકાય એવી તાલીમ નો ઉપયોગ કરીને લોકોને તેના પર બેસાડીને,ઇજાગ્રસ્ત હોય તો તેના પર કોથળીનો રક્ષક પાટો બાંધી ખભે ઉંચકીને પાણીમાં થી બહાર કાઢવાના વિધવિધ ઉપાયો પોલીસ અને ગ્રામ રક્ષક દળના જવાનોની મદદથી કર્યા હતા.


દુધાળા પશુઓનું પણ સ્થળાંતર કરીને પશુ હાની અટકાવી હતી.અરે! બકરીના બચ્ચાને પણ ખભે ઊંચકી પાણી બહાર આણવાની સંવેદના બતાવી હતી.આ રીતે ૨૩૦ સ્ત્રી,પુરુષ,બાળકો અને પશુધન ને પાણીમાં ગરકાવ વિસ્તારમાં થી સલામત ઊંચી જગ્યાએ ખસેડયા હતા.


મહેસૂલી તંત્રે પણ ગઈકાલે રાત્રી જાગરણ કરીને સમગ્ર જિલ્લામાં સંકલન જાળવીને વરસાદી આફત સામે કામ કર્યું હતું.જિલ્લા અને તાલુકા નિયંત્રણ કક્ષો સતત જાગતા રહ્યાં હતાં.કરજણ પોલીસ અધિકારી શ્રી પટેલના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ઉપરવાસમાં ભારે વરસાદ થી ભૂખી નદીમાં ભારે પુર આવતા માત્રોજ ગામના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યુ હતું.ત્યારે ફસાયેલા લોકોને બચાવવા આ સંકલિત અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.


ડી.પી.ઓ.શ્રી બંતિશકુમાર પરમારે જણાવ્યું કે જિલ્લાના ગ્રામ વિસ્તારોમાં આપદાઓ સમયે સ્થાનિક લોકો અને ઉપલબ્ધ સાધનોના વિનિયોગ થી બચાવ થઈ શકે તે માટે ૨૪૦ લોકોને આપદા મિત્રો તરીકે તાલીમ આપવામાં આવી છે.ઉપરોક્ત ઘટનામાં આ તાલીમના સુચારુ ઉપયોગની સંકટની ઘડીએ જે સુઝબુઝ  આ જવાનોએ બતાવી છે,  એના થી આ તાલીમ સફળ થવાનો સંતોષ થયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application