વાપીના રાજહંસ સિનેમાના મેનેજર સાથે એક અજાણ્યા ઈસમે એક લાખ રૂપિયા લઈ ફરાર થઈ જતા છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વાપીની રાજહંસ સિનેમાની ઓફિસ પર મેનેજર અમિત જગન્નાથ પ્રસાદ પાલ (રહે.સન રેસીડેન્સી ચલા-વાપી) હાજર હતો ત્યારે સિક્યુરીટી સુપરવાઈઝર સાથે એક અજાણ્યા ઈસમે ઓફિસમાં આવી જણાવ્યું હતું કે હું વેસ્ટ સાઈડનો માલિક છુ અને મારે મુવી જોવા માટે ટિકિટ બુકિંગ કરવાની છે જેથી મારે મેનેજરને મળવુ છે એમ કહી મેનેજર સાથે વાત થયા બાદ ૪૨ ટિકિટો બુકિંગ કરાવતા કુલ રૂપિયા ૧૦,૦૮૦ થતા હોય હુ હમણા જ આપી દઈશ તમો મારી વેસ્ટ સાઈડની ઓફિસ પર આવો એમ કહ્યું હતું.
બાદમાં ફરી મારી પાસે ૫૦ તથા ૧૦૦ રૂપિયાની નોટોના ૫ લાખ રૂપિયા હોય મને રૂપિયા ૫૦૦ની નોટની બંડલ હોય તો આપો એમ જણાવ્યુ હતું. જેથી મેનેજર પોતાના સ્ટોર કીપર સંજય મિશ્રાને સાથે ૧ લાખ રૂપિયા મોકલાવ્યા હતા જે વેસ્ટ સાઈડની ઓફિસમાં નથી પણ વાત્સલ્ય હોસ્પિટલની બિલ્ડીંગમાં હોય ત્યા જતા તેણે (અજાણ્યા ઈસમે) જણાવ્યું હતું કે એક લાખ રૂપિયા મને આપ હુ ત્રીજા માળે જઈ રૂપિયા ૫૦ તથા ૧૦૦ની નોટના એક લાખ રૂપિયાનું બંડલ લઈ આવું છુ એમ કહેતા એક લાખ રૂપિયા આપી દીધા હતા અને ત્યારબાદ ચકમો આપી ફરાર થઈ ગયો હતો જેની વાત્સલ્ય હોસ્પિટલની બિલ્ડીંગમાં ખુબ જ શોધખોળ કરવા છતા મળી ન આવતા રાજહંસ સિનેમાના મેનેજર વાપી ટાઉન પોલીસ મથકે અજાણ્યો ઈસમ એક લાખ રૂપિયા લઈ નજર ચૂકવી છેતરપિંડી કરી ફરાર થઈ ગયેલ હોવાની ફરિયાદ આપતા ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application