Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અડાજણમાં તનેજા પાવર કંપની સાથે લાખોની ઠગાઈ

  • August 19, 2021 

અડાજણ ચાર રસ્તા પાસે આવેલ તનેજા પાવર ઈલેકટ્રીક કંપનીના સંચાલક સાથે લાખોની ઠગાઈ કરવામાં આવી છે. કંપનીના સંચાલકે અમદાવાદની લુમીનસ પાવર ટેકનોલોજી કંપની પાસેથી એએસપી  મેળવ્યા બાદ કંપનીના સર્વિસ ઈન્ચાર્જ યેનકેન પ્રકારે  યુઝર આઈડી અને પાસવર્ડ મેળવી લીધા બાદ સીસ્ટમમાંથી આઈડી લોગ-ઈન કરી ગેરકાયદેસર એક્સેસ મેળવી કંપનીના નામે પી.ઓ રેઈસ કરી  માલ મોકલ્યા વગર રૂપિયા ૨.૫૬ લાખના ખોટા બીલો બનાવી નાણા પરત મેળવવા માટે ચાર માસનું પેમેન્ટ અટકાવી સીક્યુરીટી પેટે લીધેલા નાણા પરત નહી કરી ઠગાઈ કરી હતી.

 

 

 

 

અડાજણ પોલીસના જણાવ્યા મુજબ હરિયાણા ફનેયાબા હુડ્ડા સેકટર-૦૩ ખાતે રહેતા વિકાસ મહાવીર તનેજા (ઉ.વ.૨૪) સન ૨૦૧૯માં અડાજણ ચાર રસ્તા ઇન્કમટેક્ષ ઓફિસની પાછળ મહેરનગર સોસાયટીમાં ભાડેથી રહેતા હતા અને ત્યાંજ તનેજા પાવર નામની ઈલેકટ્રીક કંપની ચલાવતા હતા. જોકે  બે મહિનાથી ઘર અને ઓફિસ બંધ કરી વતન રહેવા લાગ્યા હતા. પરંતુ તેઓ સુરતમાં જ્યારે ધંધો કરતા હતા તે વખતે માર્ચ ૨૦૧૯માં તેમના મોટાભાઈ અમીતે લુમીનસ પાવર ટેક્નોલોજી પ્રા.લી કંપનીમાં (રહે, અસલાલી ઍસ્ટેટ અમદાવાદ) ગુજરાત રાજયના બ્રાન્ચ સર્વિસ ઈન્ચાર્જ તરીકે નોકરી કરતા શીવ કૌશીક તેમના મિત્ર છે અને તેમની કંપનીને સુરતમાં તેમની કંપનીનું ઍઍસપી બનાવવા માટે પાર્ટીની શોધી રહી છે. જે કંપનીના સર્વિસ વિભાગને સારી રીતે સાચવી શકે. કંપનીને જે બેટરી, ઈન્વેટરસ, યુપીઍસ બનાવે છે અને ગ્રાહકોની ફરિયાદ આવે તો ઘરે જઈ સર્વિસ કરી આપે.  કંપની જ ટેકનીશીયનની ટ્રેનિંગ પણ પુરી પાડશે અને જો ઍઍસપી લેશો તો માસિક ઓછામાં ઓછા ઍક લાખનો નફો મળશે હોવાની વાત કરી હતી. મોટાભાઈની વાત બાદ વિકાસે અમદાવાદની કંપનીનું ઍઍસપી લેવા સંમતી દર્શાવતા તેને મેનેજર તરીકે રાખ્યો હતો, વિકાસે  કર્મચારીઓની વ્યવસ્થા કરી ઘરે ભાડે રાખ્યું હતું.

 

 

 

 

ઍઍસપી લેવા માટે ઍક્સીસ બેન્કના સીક્યુરીટી પેટે રૂપિયા ૫ લાખના ટ્રાન્સફર કર્યા હતા. ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૯માં રોજ કંપનીના સર્વિસ  ઈન્ચાર્જ શીવ કૌશિક અને વિમલ  શર્મા કસ્ટમર ઓલાઈન ફરિયાદો જોવા માટે વિકાસની તનેજા પાવરની ઍઍસપીના યુઝર આઈડી અને પાસર્વડ આપ્યા હતા. શરુઆતમાં  થોડા સમય  બારબાર ચાલ્યા બાદ ગ્રાહકોની ફરિયાદનો લોડ વધવા લાગ્યો ગ્રાહકોને સમયસર માલ નહી મળતા ઘર્ષણ થવા થતું હતું. તે વચ્ચે કંપનીના સર્વિસ ઈન્ચાર્જ શીવ કૌશિક  વિકાસ તનેજાની તનેજા પાવર કંપનીના યુઝર આઈડી તથા પાસવર્ડ કોઈ રીતે મેળવી પોતાની જાતે સીસ્ટમમાંથી વિકાસ તનેજાની આઈડી લોગ-ઈન કરી ગેરકાયદેસર એક્સેસ મેળવી વિકાસની કંપનીના નામે પી.ઓ રેઈસ કરી માલ મોકલ્યા વગર જ રૂપિયા ૨,૫૬,૯૦૧ ના અલગ અલગ ખોટા બિલો જનરેટ કર્યા હતા અને આ નાણાની ની વસુલાત કરવા માટે તેમની લુમીનસ પાવર ટેક્નોલોજી કંપની દ્વારા છેલ્લા ચાર મહિનાનું પેમેન્ટ અટકાવી દેવાની સાથે ઍઍસપી રદ કરી સીક્યુરીટી પેટે લીધેલા નાણા પણ પરત નહી કરી છેતરપિંડી કરી હતી. પોલીસે વિકાસ તનેજાની ફરિયાદ લઈ આગળ તપાસ હાથ ધરી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application