વેસુ રોડ બીગબજાર પાસે રહેતા વેપારી સાથે રૂપિયા ૧૨ લાખની ઠગાઈ થઈ છે. વેપારીએ કતારગામ વેડ દરવાજા વિજયનગર સોસાયટીમાં આવેલ મકાન તળાવીયા દમ્પતિ પાસેથી રૂપિયા ૨૫ લાખમાં સોદો કર્યો હતો અને ટોકન પેટે રૂપિયા ૧૨ લાખ આપી દીધા બાદ દસ્તાવેજ બનાવી નહી આપી ટોકન પેટે લીધેલા પૈસા પણ પરત કર્યા ન હતા.
કતારગામ પોલીસના જણાવ્યા મુજબ વેસુ બીગબજાર રોડ સ્વામી ગુણાતીતનગર સોસાયટીમાં રહેતા કરશન અંબારામ ખોખાણી વેપાર ધંધા સાથે સંકળાયેલા છે. કરશનભાઈએ સન ૨૦૧૮માં પ્રવિણ કાલુ તળાવીયા(રહે, મંગલગ્રુપ સોસાયટી વેડરોડ) અને તેની પત્ની શોભાબેન પાસેથી વેડ દરવાજા વિજયનગર સોસાયટીમાં આવેલુ મકાનનો રૂપિયા ૨૫ લાખમાં સોદો કર્યો હતો. કરશનભાઈએ જેતે સમયે ૧૨ લાખ આપી દીધા હતા અને સાટાખત કર્યો હતો અને બાકીના પૈસા ચાર મહિનામાં આપવાનું નક્કી થયું હતું. મકાન પર પંજાબ નેશનલ બેન્કની હોમલોનના ચાર હપ્તા પણ ભરવાના બાકી હતા. ચાર મહિના બાદ કરશનભાઈ બાકીના રૂપિયા ૧૩ લાખ આપવા માટે ગયા અને મકાનનો દસ્તાવેજ કરી આપવાનું કહેતા દસ્તાવેજ બનાવી આપ્યો ન હતો અને ટોકન પેટે લીધેલા રૂપિયા ૧૨ લાખ પણ પરત ન આપી છેતરપિંડી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application