Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બોગસ સહી કરી જમીનના ખોટા વેચાણ દસ્તાવેજ બનાવનારા એડવોકેટ સહિત 8 સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ

  • January 07, 2022 

નવસારીના નાગધરા ગામે આવેલી જમીન વેચાણ આપવા સહી કરાવી અન્ય જમીન ઉપર બોગસ સહી કરી વેચાણ દસ્તાવેજો બનાવી દીધા હતા. બનાવ અંગે મૂળ માલિકને ખબર પડતા તેઓએ ફરિયાદ કરી હતી. જેમાં સહી કરનારા સ્થાનિકો અને દસ્તાવેજ બનાવનારા એડવોકેટ સહિત 8થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે એક આરોપીની અટક કરી છે. બનાવની વિગત એવી છે કે, તાપી જિલ્લાના વાલોડમાં રહેતા નીતાબેન જયપ્રકાશ પટેલે ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ આપતા જણાવ્યું કે,  તેમનાં વિદેશ રહેતા કાકાસસરા અમૃતભાઈ પટેલની જમીન ગોપલા ગામે આવેલી હતી. જેને વેચાણ આપવા સાતેમ ગામના ઇશ્વર પટેલને પાવર ઓફ એટર્ની આપી હતી. ઈશ્વરભાઈ કાકા સસરાના કહેવાથી ગોપલા ગામે જતા હતા અને જમીનની દેખરેખ રાખતા હતા.પરંતુ એક દિવસ તેમના સ્વજન હિમેશભાઈને ખબર પડી કે તેમના કાકા સસરાની જમીન અન્ય ગામે નાગધરા અને સાતેમ ગામની જમીનના પણ વેચાણ દસ્તાવેજ થઈ ગયા હતા. જેની માહિતી પૂછપરછ કરતા જેમને પાવર ઓફ એટર્ની આપી હતી તેઓએ અન્ય જમીનના કાગળો ઉપર બોગસ સહી કરી વેચાણ દસ્તાવેજો બનાવ્યા હતા. જેથી બનાવ અંગે ઈશ્વર પટેલ, હરિશભાઇ ઠાકોર, રાજેશભાઇ ઠાકોર, વિરલ પટેલ, બિપીન આહીર, ધર્મેશભાઇ ઠાકોર, મંગુભાઇ ઠાકોર સહિત એડવોકેટ પ્રથમથી જ તમામ હકિકતોથી જાણકાર અને માહિતગાર હોવા છતા જમીન વેચાણે આપવાની નહીં હોવા છતાં ખોટી સહી કરી વેચાણ દસ્તાવેજો બનાવ્યા હતા. ગ્રામ્ય પોલીસ મથકે તમામ વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ આપતા ગ્રામ્ય પોલીસ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application