મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં એક ઝડપી મોટર સાઈકલ કૂવામાં પડી જવાથી ચાર યુવકોના મોત નિપજતાં ચકચાર મચી જવા પામી હતી. ઘટના ગુરુવારે રાત્રે લગભગ 11.50 વાગે જિલ્લા કાર્યાલયથી લગભગ 60 કિલોમીટર દૂર છોટી ઉમરબંધ અને મુંડલા ગામની વચ્ચે થઈ. તમામ મુંડલાના રહેવાસી હતાં.
જાણકારી અનુસાર તમામ એક બાઈકથી પોતાના ગામ પાછા ફરી રહ્યાં હતાં. મનવરના ઈશ્વર સિંહ ચૌહાણે જણાવ્યું કે એક જ બાઈક પર સવાર ચાર લોકો એક આકરા વળાંક પર ખુલ્લા કૂવામાં પડી ગયા. અધિકારીએ જણાવ્યું કે મૃતકોની ઓળખ સંદીપ (ઉ.વ.19), અનુરાગ (ઉ.વ.22), મનીષ (ઉ.વ.20) અને રોહન (ઉ.વ.19) તરીકે થઈ છે. આ તમામ એક લગ્ન કાર્યક્રમમાં સામેલ થયા બાદ છોટી ઉમરબંધથી મુંડલા ગામ પાછા ફરી રહ્યાં હતાં. અધિકારીએ જણાવ્યું કે પોલીસે મૃતદેહોને કૂવામાંથી કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી મામલાની તપાસ કરવામાં આવી રહી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application