વ્યારાના જેસીંગપુરા ગામના અનસૂયા પેટ્રોલપંપની સામે ફરિયાદ પાછી ખેંચી લેવા બાબતે શખ્સને તથા તેના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી ત્રણ ઈસમોએ આપી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વ્યારા તાલુકાના જેસીંગપુરા અનસૂયા પેટ્રોલપંપની સામે મુસ્તાકઅલી હસનખાન આલીસર (ઉ.વ.૨૦)ના તબેલા ઉપર વિશાલભાઈ જયેશચંદ્ર શાહ (રહે.રામજી મંદિર સામે, બુહારી, વાલોડ), સૂરજ રજનીકાંતભાઈ સોની (રહે.તળાવ ફળિયું, બુહારી) અને સુજ રજનીકાંતભાઈ રાણા (રહે.ગોલવાડ, કાનપુરા, વ્યારા) ગયા હતા. જેઓ ઉપર મુસ્તાકઅલીના પિતા હસનખાન રમઝાનખાન આલીસર તથા માસીના છોકરા નઝામ ચનેસર આલીસરએ ગત દિવસોમાં વ્યારા પોલીસમાં ફરિયાદ કરતા ગુનો નોંધાયો હતો જેથી ફરિયાદ પાછી ખેંચી લેવા ધમકાવી પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500