Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવાપુરના આરટીઓ ચેકપોસ્ટ પાસેથી બસમાંથી રૂપિયા ૪.૪૧ લાખનો ગુટકાનો જથ્થો મળી આવ્યો

  • February 07, 2025 

તાપી જિલ્લાની બોર્ડર નજીક આવેલા મહારાષ્ટ્રના નવાપુર શહેરના આરટીઓ ચેક પોસ્ટ પાસેથી શિરડી તરફ જઈ રહેલી ગુજરાત નિગમની વડોદરા ડેપોની એસટીમાં ગુટકાની હેરાફેરી કરાઈ રહી હતી. બસના ચાલક અને કંડક્ટરે રૂપિયાની લાલચમાં આવી નવાપુર શહેરમાં રહેતા એક મુસાફરના ૪.૪૧ લાખ રૂપિયા કિંમતના ગુટકા બસમાં મુકાવ્યા હતા. નંદુરબાર એલસીબી પોલીસે ૧૦ લાખ રૂપિયા કિંમતની બસ તથા મુસાફર સહિત ચાલક કંડક્ટરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


મળતી માહિતી મુજબ, નંદુરબાર એલસીબીના પી.આઈ. હેમંત પાટીલની ટીમે સુરત શહેરના બસ સ્ટેન્ડ પરથી રાતે ઉપડતી ગુજરાત નિગમની વડોદરા ડેપોની ગોધરાથી શિરડી વાયા નવાપુર થઈ જઈ રહેલ બસ નંબર જીજે-૧૮-ઝેડટી-૦૯૯૫માં નવાપુર શહેર વિસ્તારમાં રહેતા રજ્જાકભાઈ અજીજભાઈ લાખાણી (ઉ.વ.૪૯ રહે.લાખાણી પાર્ક હાલ રહે.અમન પાર્ક નવાપુર)એ ચાલક અને કંડાક્ટરને રૂપિયાની લાલચ આપી મહારાષ્ટ્રમાં પ્રતિબંધ ગુટકાનો જથ્થો મુકાવ્યો હતો.


નંદુરબાર એલસીબી પોલીસની ટીમે બુધવારે રાતે ૩:૦૦ વાગ્યે આરટીઓ ચેક પોસ્ટ પાસેની હોટલ પાસે વોચ ગોઠવી સોનગઢ તરફથી આવતી આ બસને અટકાવી તપાસ કરતા ગુટકા ભરેલી ૯ ગુણ મળી આવી હતી જેથી પોલીસે રજ્જાકભાઈ લાખાણી સાથે મહારાષ્ટ્રમાં પ્રતિબંધ ગુટકા ઘુસાડવા માટે બસનો ઉપયોગ કરવા મદદ કરનાર બસનો ચાલક સુરેશ દાલસિંગ ભારીયા (ઉ.વ.૪૨., રહે.ચારલફલીકયા કોટા તાલુકો સંજેલી જિ.દાહોદ) અને કંડક્ટર દિનેશભાઈ છગનભાઈ ભારીયા (ઉ.વ.૩૪., રહે.પ્રાથામિક શાળા નિશાળ ફળીયું નાના આમલીયા તાલુકો સિંગવડ જિ.દાહોદ)ની સામે નવાપુર પોલીસ મથકમાં ગુનો દાખલ કરી ૪.૪૧ લાખની કિંમતનો ગુટકાનો જથ્થો અને ૧૦ લાખ રૂપિયા કિંમતની બસ મળી કુલ ૧૪.૪૧ લાખનો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application