વ્યારાના રાણીઆંબામાં પરિવારે બેંકમાંથી લોન લઈને ટ્રેક્ટરની ખરીદી કરી હતી. પરંતુ પુત્ર ટ્રેક્ટર લઈને ખેડવા જતો ન જેથી હપ્તા ભરવાની ચિંતામાં માતાએ ઝેરી દવા ગટગટાવી લઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પરિવારજનોને જાણ થતા તાત્કાલિક વ્યારાની હોસ્પિટલમાં સારવાર ખસેડવામાં આવી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વ્યારા તાલુકાના રાણીઆંબા ગામના નિશાળ ફળિયાના રહીશ કાન્તીબેન રેસાભાઈ ગામીતે તેમના પતિના નામ પર બેંકમાંથી લોન ઉપર એક ટ્રેક્ટરની ખરીદી કરી હતી. ટ્રેક્ટર દ્વારા થતી આવકમાંથી વ્યારાના રાણીઆંબાની મહિલા સારવાર હેઠળ, બેંક લોન અને પુત્રએ માટે પરિવારની મુસીબત વધારી કથળતા અને જે લોનના હપ્તા ભરવાનું આયોજન પરિવારનું હતું. પરંતુ દીકરો ટ્રેક્ટર લઇને ખેડવા માટે જતો ન હોવાથી હવે ટ્રેક્ટરના હપ્તાના નાણાં ક્યાંથી આવશે તેની ચિંતામાં માતા રહેતા હતા. લોનના હપ્તા ભરવાના ટેન્શનમાં આવી જઈ કાન્તીબેને ગત તારીખ પ નારોજ પોતાના જ ઘરે ઘાસમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી. તેણીની તબિયત અંગેની જાણ થતા પરિવારજનોએ ૧૦૮માં તાત્કાલિક વ્યારા નીલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. સારવાર લઈ રહેલ કાન્તીબેને ઘટના અંગે પોલીસ આગળ પોતાની વ્યથા ઠાલવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application