વલસાડ જિલ્લામાં L&T કે રેલ્વેની સાઈટ પર અવાર નવાર બનતા સામાન ચોરીના બનાવો રોકવા જિલ્લા પોલીસ વડાના નિર્દેશ હેઠળ લોકોલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સતર્ક બનતા બાલદા બુલેટ ટ્રેનની સાઇડ પરથી ચોરેલી લોખંડની પ્લેટો સાથે ચારને ઝડપી લીધા હતા. મળતી માહિતી મુજબ, L.C.B. ટીમે બાતમી આધારે પારડી દિપકવાડીમાં અસલમ શાહના ભંગારનાં ગોડાઉનમાં ત્રાટકી હતી અહીં ટેમ્પો નંબર GJ/15/YY/3358માં 140 કિલો વજનની લોખંડની પ્લેટ કિંમત રૂપિયા 7,000/- મળી આવતા પ્લેટ અને ટેમ્પો મળી કુલ રૂપિયા 2,32,000/-નો મુદ્દામાલ કબજે કરી અસલમ રફીક શાહ, સાહિદ ખલીલ કાદરી, હાર્દિક ભરત પટેલ અને અજય આશોક નાયકા નાને ઝડપી પારડી પોલીસને હવાલે કર્યા હતા. પારડી પોલીસે તપાસ કરતા આ ઇસમો બાલદા બુલેટ ટ્રેનની સાઇટ પરથી આ પ્લેટો ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું અને આ ચારેય વિરુધ્ધ ચોરીનું ગુનો નોંધી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application