ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના માણસો મળસ્કે કડોદરા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે, પલસાણાનાં તાંતીથૈયાનાં સોનીપાર્ક-2માં રહેતા અકિલ અહેમદ સૈયદ અહમદ કાદરી નાઓ રાજેશકુમાર રાજુ સોહનલાલ મારવાડી (રહે.માંડવી) નાઓને પાસેથી વિદેશી દારૂનો જથ્થો મંગાવી સુરત શહેરમાં પહોંચાડવાની ફિરાકમાં છે. જે દારૂનો જથ્થો નિયોલ ગામની સીમમાં પશ્ચિમે બંધ નહેર પાસે મુકેલ છે જે બાતમી આધારે પોલીસે મળસ્કે પાંચ વાગ્યાનાં અરસામાં રેડ કરતા પોલીસને જોઈ સાત જેટલા ઈસમો નાસવા લાગ્યા જતા જેમાંથી પોલીસે બે ને પોલીસે ઝડપી લીધા હતા.
તેમજ બે મોટરસાયકલ પર ભાગવા જતા પોલીસે પીછો કરી બે ઇમમોને ઝડપી લઇ આમ પોલીસે ઘટના સ્થળેથી કુલ ચાર જેમાં આનંદ અશોકભાઈ રાઠોડ (રહે.નીયોલ), સુનિલભાઈ ભીખાભાઇ હરને, દુર્ગેશ મુનિલાલ રાજભર, ભોનુભાઈ ગુલાબ રાજભર (તમામ રહે.સહારા દરવાજા,સુરત)નાઓની અટક્યાત કરી હતી સ્થળ પર મૂકેલ 1269 નંગ વિદેશી દારૂની કબ્જે કરી હતી પ્રાથમિક પૂછપરછમાં ગુનામાં વધુ સાતની સંડોવણી બહાર આવી હતી. આમ પોલીસે અકિલ કાદરી, રાજેશકુમાર સોહનલાલ શર્મા, જયેશ મંગુભાઈ રાઠોડ, માનવ રાઠોડ, અક્ષય રાઠોડ, સુજીત અને નિરજન પ્રધાન નાઓને વોન્ટેડ જાહેર કર્યા હતા પોલીસે 1.41 લાખનો વિદેશી દારૂ પાંચ વાહન અને રોકડ રકમ સહિત કુલ ચાર લાખનો મુદ્દામાલ કબ્જે કડોદરા પોલીસને સોંપ્યા હતા. બનવા અંગે પલસાણા પી.આઈ. તપાસ કરી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500