પંજાબનાં પટિયાલા જિલ્લાનાં પાતડાં ખાતે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં ભારે વરસાદને કારણે એક ઘરની છત તૂટી પડી હતી અને આ અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોનાં મોત થયા છે. જ્યારે 15 વર્ષનો એક યુવક ઘાયલ થયો છે અને તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, મૃતકોની ઓળખ 42 વર્ષીય રાજુ, 36 વર્ષીય સુનીતા, 18 વર્ષીય અમન અને 11 વર્ષની દિકરી ઉષા તરીકે થઈ છે.
જયારે ઈજાગ્રસ્ત બાળકની ઓળખ 15 વર્ષીય વિકાસ તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું છે કે, આ ઘટના પાતડાંના જાખલ રોડ સ્થિત ધાનક બસ્તીમાં બની હતી. જ્યાં 5 લોકોનો પરિવાર છેલ્લા 10 મહિનાથી અહીં ભાડાના મકાનમાં રહેતો હતો અને પાતડાં પોલીસ સ્ટેશનમાં ઈન્ચાર્જે જણાવ્યું હતું કે, ગતરોજ પરિવારનાં તમામ સભ્યો સૂઈ રહ્યા હતા.
તે સમયે ઘરની પાછળની દિવાલ દટાઈ ગઈ હતી જેના કારણે ઘરની છતે સૂતેલા લોકો પર પડી હતી. કાટમાળ નીચે દબાઈ જવાથી 4 લોકોનાં મોત થયા છે. બીજી તરફ રાજુનો બીજો પુત્ર વિકાર ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘટનાની માહિતી મળતાં જ સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને લોકોનાં મૃતદેહોને બહાર કાઢ્યા હતા.
અહેવાલો અનુસાર, રાજુ હરિયાણાનાં કરનાલ જિલ્લાનાં અસંધ શહેરનો રહેવાસી હતો પરંતુ અહીં રહીને તે સ્થાનિક અનાજ બજારમાં પલ્લાદારીનું કામ કરતો હતો. પોલીસ સ્ટેશનનાં ઈન્ચાર્જે કહ્યું હતું કે, તમામ મૃતકોનાં મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500