મનિષા એસ. સુર્યવંશી/તાપી : વાલોડનાં કલમકુઈ ગામનાં દાદરી ફળિયામાં પતિ દ્વારા પત્નીને મારમારી ત્રાસ આપતા મહિલાના કાકા-કાકી મહિલાને લેવા આવ્યા હતા જેથી પતિએ ઉશ્કેરાઈ જઈ પત્નીનાં કાકા-કાકી સહીત તેમની સાથેનાં બે જણાને પણ કુહાડી વડે મારી ઈજા પહોંચાડી હતી. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાવમાં આવી હતી.
મળતી માહિતી મુજબ, ડોલવણ તાલુકાનાં બાગલપુર ગામનાં નિશાળ ફળીયામાં રહેતા રક્ષાબેન માનસીંગભાઈ ગામીત અને તેમના પતિ માનસીંગભાઈ કાંતુભાઈ ગામીત નાઓ તારીખ ૦૨/૦૯/૨૦૨૪નાં રોજ સુનીલભાઈ શંકરભાઈ ગામીત તથા રાહુલભાઈ નરેશભાઈ ગામીત નાઓ સાથે જેઠનાં જમાઈ નિમેશભાઈ કલ્યાણભાઈ ચૌધરી (રહે.કલમકુઈ ગામ, દાદરી ફળિયું, વાલોડ)નો તેની પત્ની નિકિતાબેન એટલે કે તેમની જેઠની દિકરી સાથે મારામારી કરતા હતા જેથી નીકીતાબેનને લેવા માટે વાલોડનાં કલમકુઈ ગામના દાદરી ફળિયામાં નિકિતાબેનને લેવા માટે ગયા હતા તે સમયે તેમનો જમાઈ નિમેશભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ઘરમાં જઈને હાથમાં કુહાડું લઈ આવી માનસીંગભાઈ ગામીતનાં ડાબા પગનાં નળાનાં ભાગે મારી ઈજા કરી હતી.
તેમજ સુનીલભાઈ ગામીતનાં જમણા હાથ ઉપર ખભાનાં ભાગે પણ કુહાડી મારી ઈજા પહોંચાડી હતે સાથે જ રાહુલભાઈ ગામીતનાં ડાબા હાથનાં ખભાનાં ભાગે કુહાડી મારી ઈજા પહોંચાડી હતી અને રક્ષાબેનને ડાબા હાથનાં ખભાનાં ભાગે ઊંધું કુહાડી મારી મૂઢ ઈજા પહોચાડી હતી. બનાવ અંગે રક્ષાબેન ગામીત નાંઓ તારીખ ૦૩/૦૯/૨૦૨નાં રોજ વાલોડ પોલીસ મથકે નિમેશભાઈ કલ્યાણભાઈ ચૌધરી સામે પોલીસ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationઉચ્છલના મીરકોટથી અને ઉકાઈ વર્કશોપમાંથી બોગસ ડોકટર ઝડપાયા
April 03, 2025