હિમાચલથી ચરસ લાવી નવસારી-સુરતમાં વેચાણ કરતા નવસારીના એક જ પરિવારનાં ચાર આરોપીઓ પકડાયા. જોકે આ ચરસ વેચવા સુરત ગયેલ માતા-પુત્રને સુરત ડીસીબીએ ઝડપી પાડ્યા હતા અને પકડાયેલ માતા-પુત્રની કબુલાતને આધારે નવસારીનાં નિવાસ સ્થાનેથી પણ ચરસનો વધુ જથ્થો મળતા નવસારી પોલીસે પિતા સાથે બીજા પુત્રની પણ ધરપકડ કરી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની વિગત એવી છે કે, જલાલપોરનાં લીમડાચોક સ્થિત ધર્મનંદન કોમ્પલેક્સ ખાતે રહેતું સાંગાણી પરિવાર હિમાચલ દેશથી ચરસ મંગાવી, તેનું સ્થાનિક કક્ષાએ વેચાણ કરતા હતા જયારે ગત તા.26મી એપ્રિલે આ પરિવારના શાંતાબેન ઉર્ફે શીતલબેન (ઉ.વ.45) અને તેમનો પુત્ર ઉત્સવ (ઉ.વ.22) સાથે તેમના એક્સેસ મોપેડ નંબર જીજે/21/બીએમ/7828 ઉપર વેચાણ માટે ચરસનો જથ્થો લઇ સુરત ખાતે ગયા હતા.
જ્યાં તેઓ ડુમસ રોડ પર આવેલ લક્ઝરીયા ટ્રેડ હબ નજીક ઉભા હતા. તે દરમિયાન સુરત શહેર ક્રાઇમ બ્રાંચની ટીમે આ બંને માતા-પુત્રને ચરસના જથ્થા સાથે ઝડપી લઇ તેમની અટકાયત કરી તેમની પાસેથી કુલ રૂપિયા 35,343/-ની કિંમતનો 235 ગ્રામ 620 મી.ગ્રા. ચરસ સહિત કુલ રૂપિયા 1,13,343/-નો મુદ્દામાલ કબજે લીધો હતો. આ ઉપરાંત સુરત શહેર ક્રાઇમ ખ્રાંચે આ અંગે નવસારી એલસીબીને જાણ કરી પકડાયેલ આરોપીઓના નવસારી સ્થિત નિવાસ સ્થાનેથી ચરસનો વધુ જથ્થો મળવાની શક્યતા દર્શાવતા નવસારી એલસીબીની ટીમે તાત્કાલીક પકડાયેલ આરોપીઓના જલાલપોરના લીમડાચોક, ખાતે ગૌરીશંકર મહોલ્લામાં આવેલ ધર્મનંદન ઍપાર્ટમેન્ટના ફલેટ નંબર-304 ખાતે છાપો માર્યો હતો.
ત્યાંથી પણ પોલીસને 1.566 કિગ્રા ચરસનો કુલ રૂપિયા 2,34,900/-ની કિંમતનો જથ્થો મળી આવતા તે જથ્થો તથા ચરસ વેચાણ માંથી મળેલ રોકડા રૂપિયા 1,95,300/- તથા અન્ય સામગ્રી મળી કુલ રૂપિયા 4,61,810/-ની કિંમતનો મુદ્દામાલ કબજે લઇ, સુરતથી પકડાયેલ શાંતાબેનના પતિ રમેશ સાંગાણી (ઉ.વ.18) અને તેના પુત્ર દર્શન (ઉ.વ.19) નાની અટકાયત કરી તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જયારે ચરસનો આ મસમોટો જથ્થો પકડાયા બાદ, પોલીસે રમેશ સાંગાણી, તેની પત્ની શાંતાબેન ઉર્ફે શીતલબેન તથા તેમના બે પુત્ર ઉત્સવ અને દર્શનની અટકાયત કરી તેમની સામે જલાલપોર પોલીસ મથકમાં તેમજ સુરત શહેર ડીસીબી પોલીસ મથકમાં એન.ડી.પી.એસ. એક્ટની કલમ 8(સી), 22(બી), તથા 2 મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500