Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લાતુરમાં કન્ટેનર અને કાર વચ્ચેનાં અકસ્માતમાં એક પરિવારમાંથી 4નાં મોત

  • January 01, 2022 

લાતુરમાં કન્ટેનર અને કારની અથડામણથી થયેલા ભીષણ અકસ્માતમાં એક જ પરિવારના ચાર જણ મોતના મુખમાં ધકેલાઇ ગયા હતા. મૃતકમાં ૭૦ વર્ષીય વૃદ્ધા તેના પુત્ર, પુત્રવધુ, પૌત્રનો સમાવેશ છે. અકસ્માત દરમિયાન કન્ટેનર નીચે કાર ઘૂસી જતા મૃતદેહો અંદર દબાઇ ગયા હતા. ક્રેનથી આ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, લાતુરના પ્રકાશનગરમાં રહેતા હિરકણાબાઇ પાંડે (ઉ.વ.70) તેમનો પુત્ર ઉમેશ (ઉ.વ.50), પુત્રવધુ સવિતા (ઉ.વ.45), પૌત્ર પ્રતિક (ઉ.વ.23) કામનિમિત્તે બહારગામ ગયા હતા. પછી તેઓ કારમાં પાછા ઘરે આવી રહ્યા હતા. તે દરમિયાન લાતુરમાં ભડાચીવાડી પાસે સવારે સામેથી આવતા કન્ટેનર સાથે કાર ટકરાતા ભીષણ અકસ્માત થયો હતો.અકસ્માતની જાણ થતા સ્થાનિક લોકો અને પોલીસ મદદ માટે પહોંચી ગયા હતા. પોલીસે ક્રેન અને લોકોની મદદથી હિરકણાબાઇ, ઉમેશ, સવિતા, પ્રતિકના મૃતદેહ બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી દીધા હતા. લાતુરના પ્રકાશનગરમાં ઉમેશપાંડે ખાનગી હોસ્ટેલ ધરાવતા હતા પણ કાર પરથી નિયંત્રણ ગુમાવતા આ દુર્ઘટના બની હતી. બનાવને લીધે પાંડે પરિવારમાં શોકની છાયા ફરી વળી હતી. અકસ્માતને લીધે થોડા સમય માટે વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો હતો. બંને વાહનને રસ્તા પરથી ખસેડવામાં આવ્યા બાદ વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ થયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application