મનિષા એસ. સુર્યવંશી/તાપી : ઉચ્છલનાં ચિત્તપુર ગામમાં રહેણાંક મકાનની બાજુમાં આવેલ ખુલ્લી પજારીનાં ભાગે જુગાર રમતા ચાર જુગારીઓ ઝડપાતા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફનાં માણસો ગુરૂવારનાં રોજ ઉચ્છલ પોલીસ સ્ટેશનનાં ગવાણ આઉટ પોસ્ટ વિસ્તારમાં ખાનગી વાહનમાં બેસી પ્રોહી. તથા જુગાર અંગેની રેઈડમાં નીકળ્યા હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ચિત્તપુર ગામમાં રહેતો સુનીલ ગોપાલભાઈ વાસાવા નાઓ પોતાના રહેણાંક મકાનની બાજુમાં આવેલ ખુલ્લી પજારીનાં ભાગે જાહેરમાં કેટલાક ઈસમો ગંજીપાનાનો પૈસાવતી હાર જીતનો જુગાર રમે છે.
જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યાએ રેઈડ કરતા હારજીતનો જુગાર રમતા ચાર જુગારીઓને ઝડપી પાડ્યા હતા. આમ, પોલીસે રોકડ રૂપિયા અને 1 નંગ મોબાઈલ તથા જુગાર રમવાના સાધનો મળી કુલ રૂપિયા 1,668/-નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલ ચારેય જુગારી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જુગાર રમતા ઝડપાયેલ ચાર જુગારીઓ...
1.સુનીલ ગોપાલભાઈ વસાવા (રહે.ચિત્તપુર ગામ, ટાંકી ફળિયું, ઉચ્છલ),
2.શંકર કર્માભાઈ વસાવા (રહે.ચઢવાણ ગામ, નિશાળ ફળિયું, ઉચ્છલ),
3.સંજય ગણેશભાઈ વસાવા (રહે.સયાજીગામ, નદી ફળિયું, ઉચ્છલ) અને
4.સુરેશ જેન્તાભાઈ વસાવા (રહે.મોહપાડા ગામ, ટાંકી ફળિયું, ઉચ્છલ).
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500