તાપી જીલ્લામા મંગળવારે કોરોના પોઝીટીવ દર્દીનો વધુ 1 કેસ મળી આવ્યો છે.વ્યારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે.જેને લઇ આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું હતું.
જીલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.9મી માર્ચ નારોજ જીલ્લામાં વ્યારાના પારસીવાડ વિસ્તારમાં રહેતા 67 વર્ષીય પુરુષનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા કોરોના પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવેલા લોકોને હોમઆઈશોલેશન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
જીલ્લામા આજદિન સુધી કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ 905 કેસો નોંધાઈ ચુક્યા છે. અત્યાર સુધી કુલ 861 દર્દીઓ સાજા થયા છે. કોરોના ની સારવાર દરમિયાન કુલ 41 દર્દીઓના મોત નીપજ્યા છે. જીલ્લાભરમાંથી કોરોના ટેસ્ટ માટે 301 સેમ્પલ લેવામાં આવ્યા છે. હાલ 3 દર્દી કોરોનાની સારવાર લઈ રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500