10 હજાર કરોડના જમીન કૌભાંડ મામલે લાગેલા આક્ષેપ અને ફરીયાદના આધારે પૂર્વ કલેક્ટર એસ.કે. લાંગાની ધરપકડ ગઈકાલે કરાઈ છે ત્યારે આજે તેમના રીમાન્ડ બાદ પૂછપરછ કરવામાં આવશે. ગાંધીનગર એસપી ઓફિસ ખાતે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પૂછપરછ કરશે. રાજસ્થાન ગુજરાત બોર્ડર પરથી તેઓ ગઈકાલે ઝડપાયા છે.
લાંગા પર હોદ્દાનો દુરુપયોગ કરીને જમીનના ખોટા એનએ હુકમ કરવાનો આક્ષેપ છે.નિવૃત્તી પછી દસ્તાવેજો પર સહી કરી જૂની તારીખથી અમલ કર્યો હોવાનો આક્ષેપ છે.આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ હતી અને 2 મહિના બાદ બાતમી મળતા ગાંધીનગર પોલીસે પૂર્વ અધિકારીને પકડ્યા હતા ત્યારે રીમાન્ડ મળતા પૂછપરછમાં મોટા ખુલાસાઓ થવાની શક્યતા છે.
જમીનોમાં વહીવટી ગેરરીતી આચરી આર્થિક લાભ મેળવી સરકારને નુકસાન પહોંચાડ્યું
આ અંગે ગાંધીનગર રેન્જ આઈ.જી. અભય ચૂડાસમાએ કહ્યું કે,2018-19ના ગાળામાં ગાંધીનગર કલેક્ટર તરીકે રહેલા પૂર્વ અધિકારી લાંગા વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ હતી.જેમાં મુલસાણા પેથાપુર સહીતની જમીનોમાં વહીવટી ગેરરીતી આચરી આર્થિક લાભ મેળવવા માટે સરકારને કરોડોનું નુકસાન પહોંચાડવા મામલે તેમજ અપ્રમાણસર મિલકત વસાવવાની ફરીયાદ નોંધાઈ હતી. જે બાબતે ગાંધીનગર પોલીસમાં ગુનો નોંધાતા તપાસ હાથ ધરાઈ હતી. જેમાં સીટની રચના કરાઈ હતી. જેમાં તલસ્પર્સી અભ્યાસ કર્યો હતો. જેમાં કેટલાક ડૉક્યુમેન્ટ તપાસ્યા હતા.આર્થિક લાભ માટે સરકારને નુકસાન પહોંચાડ્યું હોવાનું જણાઈ આવે છે.
પોલિટીકલ વ્યક્તિ સંકળાયેલા છે કે કેમ?
તેમણે વધુમાં કહ્યું કે,પોલીસને બાતમી મળી હતી અને લાંગા માઉન્ટ આબુમાં છૂપાયેલા છે તેમના અંગે જે માહિતી મળી તેની ખરાઈ કરવાની હતી.ખરાઈમાં શંકાસ્પદ વ્હીકલ અને તેમના જેવો માણસ દેખાયો ત્યારે તેમને તરત જ ગાડી અંદર લીધી ત્યારે ઈલેક્ટ્રીસિયન તરીકે ઓળખ આપી અંદર જઈને જોયું તો તેઓ ત્યાં હતા અને પછી ગાંધીનગર લવાયા હતા.રીમાન્ડ બાદ વિસ્તૃત પૂછપરછ કરાશે.પ્રાથમિક તપાસ તેમના હાથ નીચેના અધિકારીઓની પણ કરાશે.એસકે લાંગાની પૂછપરછ દરમિયાન જેના નામ નિકળશે તેમાંથી કોઈને છોડવામાં નહીં આવે,અત્યાર સુધી કોઈ પોલિટીકલ વ્યક્તિ સંકળાયેલા છે કે કેમ એ અંગે સવાલ કરાતા તેમણે કહ્યું કે,આ મામલે કોઈનું નામ સામે નથી આવ્યું,તેમની વિસ્તૃત તપાસ બાદ જ એ ખ્યાલ આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500