Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બળાત્કારના કેસમાં તેહલકા મેગેઝિનના પૂર્વ તંત્રી તરૂણ તેજપાલ આઠ વર્ષે નિર્દોષ

  • May 21, 2021 

તેહલકા મેગેઝિનના પૂર્વ સંપાદક તરૂણ તેજપાલ વિરુદ્ધ ચાલી રહેલા બળાત્કારના કેસમાં રાહત મળી છે. આઠ વર્ષ બાદ શુક્રવારે સવારે ગોવાની મપુસા કોર્ટ દ્વારા તરૂણ તેજપાલના કેસમાં ચુકાદો આપ્યો છે અને તેમને સેક્સ્યુઅલ હરેસમૅન્ટ કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે. 

 

 

 

 

 

ગોવા પોલીસે ફરિયાદી સહિત 150થી વધુ સાક્ષીના નિવેદન સહિત 2700 જેટલા પન્નાનું આરોપનામું દાખલ કર્યું હતું. સ્ટિંગ ઓપરેશનથી ચર્ચામાં આવેલા તહલકા મેગેઝીનના સંસ્થાપક સંપાદક તરુણ તેજપાલ પર તહલકામાં જ કાર્યરત એક યુવતીએ 2013માં રેપનો આરોપ લગાવ્યો હતો.  તેહલકાના પૂર્વ તંત્રી પર ફરિયાદીએ આરોપ મૂક્યો હતો કે સાતમી અને આઠમી નવેમ્બર 2013માં તહેલકાનો વાર્ષિક કાર્યક્રમ ‘થિંક ફેસ્ટ’ ગોવામાં યોજાયો હતો. એ સમયે જુનિયર ઉપર જાતીય હુમલો કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજનેતાઓ, બોલીવૂડ, સ્પૉર્ટ્સ તથા આંતરરાષ્ટ્રીય હસ્તીઓ હાજર રહેતી. તેજપાલ પર દુષ્કર્મનો આરોપ મુકનાર મહિલા તેજપાલના પૂર્વ સહકર્મચારીનાં પુત્રી પણ છે.

 

 

 

 

 

ગોવા પોલીસને આપવામાં આવેલા નિવેદનમાં મહિલાએ જણાવ્યું કે,‘હું કંઇ સમજી શકું તે પહેલા તેજપાલે લિફ્ટમાં કેટલાક બટન દબાવાના શરૂ કરી દીધા, ત્યાર બાદ લિફ્ટ ન ઉભી રહી અને દરવાજો પણ ખુલ્યો નહીં. આ બંધ લીફ્ટમાં તરૂણ તેજપાલે મારી સાથે બળજબરી કરી. આ આરોપ બાદ તરૂણ તેજપાલના જીવનમાં તહેલકા મચી ગયો હતો.વર્ષ 2000માં તહેલકા મેગેઝિન એક વેબસાઇટ તરીકે લૉન્ચ થયું હતું. 2003માં પ્રકાશન સ્વરૂપે તેનું પુનર્રાગમન થયું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application