RBIનાં પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનું કહેવું છે કે, જો ભારતને વિકસિત દેશ બનાવવો હોય તો દેશમાં વાર્ષિક ઈકોનોમિક્સ ગ્રોથ 7 ટકાથી વધુના દરે વધારવો પડશે. જો આમ થશે તો જ 2047 સુધીમાં ભારત એક વિકસિત દેશ બની શકશે. તાજેતરમાં કોલકતામાં રઘુરામ રાજનની એક પુસ્તક લોન્ચ કરવામાં આવી હતી, જે દરમિયાન પૂર્વ ગર્વનરે કહ્યું કે, ભારતની માથાદીઠ આવક 7 ટકા વિકાસ દર પર વર્તમાન આવક આશરે આશરે 2 લાખ રૂપિયાથી વધીને 2047માં આશરે 8.3 લાખ રૂપિયા થશે.
પૂર્વ ગવર્નર રઘુરામ રાજને અર્થશાસ્ત્રી રોહિત લાંબા સાથે મળીને 'બ્રેકિંગ ધ મોલ્ડ : રિઇમેજિંગ ઈન્ડિયાઝ ઈકોનોમિક ફ્યુચર' પુસ્તક લખ્યું છે. તેમના પુસ્તકના લોન્ચિંગ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, ભારતને 2047 સુધી વિકસિત અર્થવ્યવસ્થા બનાવવા માટે પહેલા શિક્ષણ અને આરોગ્ય સેવાઓ પર ખુબ જ વધારે ધ્યાન આપવાની જરૂર છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, ભારતે છેલ્લા 25 વર્ષથી 6 ટકાનો વિકાસ દર જાળવી રાખ્યો છે, જે કોઈપણ દેશ માટે આટલું સરળ નથી. રઘુરામ રાજને કહ્યું કે, કોઈ પણ દેશનો પાયો મજબૂત કરવા માટે સરકારમાં સુધારા સાથે સાથે શિક્ષણ અને આરોગ્ય સેવા પર ધ્યાન આપવાની ખૂબ જરુર છે.
તેમણે ભારતના વિકાસ માટે ભવિષ્યની દિશા નક્કી કરવા પર ભાર મુક્યો હતો. આ ઉપરાંત તેમણે દરેક વર્ગમાં સમાન વિકાસની આવશ્યક્તા પર પણ ભાર મુક્યો હતો. રઘુરામ રાજને કહ્યું કે, વર્તમાન સમયમાં ઉપલા લેવલે આવકમાં વધારો થઈ રહ્યો છે. રાજન લાંબાગાળે ભારતમાં વધારે મુલ્યના ઉત્પાદકોએ ઉત્પાદન અને વેપાર વધારવા માટે સમર્થન આપવા ભાર મુક્યો હતો, તેમજ વધુમાં તેમણે કહ્યું કે, જો 2047 સુધી ભારત જો 6 ટકાના ગ્રોથ પર જ સ્થિર રહેશે તો, હજુ પણ નીચું અને મધ્યમ અર્થતંત્ર રહેશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500