પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલનું મંગળવારે મોહાલીની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ 95 વર્ષના હતા. તેઓ છેલ્લા ઘણા દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતા. પ્રકાશ સિંહ બાદલ 5 વખત પંજાબના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. પ્રકાશ સિંહ બાદલનો જન્મ 8 ડિસેમ્બર, 1927ના રોજ પંજાબના એક નાનકડા ગામ અબુલ ખુરાનાના જાટ શીખ પરિવારમાં થયો હતો. પ્રકાશ સિંહ બાદલની પત્ની સુરિન્દર કૌરનું પણ નિધન થઈ ચુક્યું છે. શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર બાદલ તેમના પુત્ર છે.
સોમવારે સાંજે બહાર પડાયેલા મેડિકલ બુલેટિનમાં ખાનગી હોસ્પિટલે જણાવ્યું કે, પ્રકાશ સિંહ બાદલ હજુ પણ ICUમાં તબીબોની નજીકથી દેખરેખ હેઠળ છે. જો આગામી થોડા દિવસો સુધી વરિષ્ઠ SAD નેતાની તબિયતમાં ધીમે ધીમે સુધારો થશે તો તેમને ખાનગી વોર્ડમાં સિફ્ટ કરાશે.પ્રકાશ સિંહ બાદલે 1947માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેમણે 1957માં પ્રથમ વિધાનસભા ચૂંટણી જીતી હતી. 1969માં પ્રકાશ સિંહ બાદલ ફરી ધારાસભ્ય બન્યા હતા અને તેઓ 1970-71, 1977-80, 1997-2002 સુધી પંજાબના મુખ્યમંત્રી રહ્યા હતા. ઉપરાંત તેઓ 1972, 1980 અને 2002માં વિપક્ષના નેતા પણ હતા. પ્રકાશ સિંહ બાદલ સંસદ સભ્ય પણ રહી ચૂક્યા છે. તેઓ કેન્દ્રમાં મંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે. 1 માર્ચ-2007થી 2017 સુધી તેમણે 2 વખત મુખ્યમંત્રી તરીકેની જવાબદારી નિભાવી હતી.
પ્રકાશ સિંહ બાદલ સરપંચની ચૂંટણી લડ્યા અને જીત્યા. ત્યારબાદ તેઓ સૌથી નાની વયના સરપંચ બન્યા હતા. 1957માં તેમણે પ્રથમ વિધાનસભા ચૂંટણી લડી હતી. તેઓ 1969માં ફરી જીત્યા હતા. 1969-70 સુધી તેઓ પંચાયત રાજ, પશુપાલન, ડેરી વગેરે મંત્રાલયોના મંત્રી હતા.ગયા અઠવાડિયે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે બાદલના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી અને તેમના ઝડપી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી. પંજાબના 5 વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા બાદલને ‘ગેસ્ટ્રાઈટિસ’ અને શ્વાસ લેવામાં તકલીફને કારણે ગત વર્ષે જૂનમાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. કોરોના બાદ આરોગ્ય તપાસ માટે તેમને ફેબ્રુઆરી 2022 માં મોહાલીની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બાદલ ગત વર્ષે જાન્યુઆરીમાં કોરોનાથી સંક્રમિત થયા હતા અને તેમને લુધિયાણાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500