મહાદેવ બેટિંગ એપ કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ચાર્જશીટમાં છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલનું નામ સામે આવ્યું છે. આ કેસમાં રાજકીય ષડયંત્રનો ભાગ ગણાવતા ભૂપેશ બઘેલે આરોપ છે કે, ED આરોપીએ પર દબાણ બનાવીને તેમના અને તેમના સહયોગીઓ વિરુદ્ધ નિવેદનો મેળવી રહી છે. પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ‘X’ પર લખ્યું કે, “ED જે રીતે તેની સપ્લીમેન્ટ્રી ચાર્જશીટમાં મારું નામ લખ્યું છે, જે સંપૂર્ણપણે રાજકીય ષડયંત્રનો ભાગ છે. ED તેના રાજકીય આકાઓના ઈશારે કાવતરું રચીને લોકોની ધરપકડ કરી રહી છે અને મારા અને મારા સહયોગીઓ વિરુદ્ધ નિવેદનો આપવા માટે તેમના પર દબાણ કરે છે.
આ નિવેદનોમાં પૈસાની લેવડ-દેવડના આરોપોનો કોઈ આધાર નથી. પહેલી જાન્યુઆરી 2024માં ED દ્વારા દાખલ કરવામાં આવેલી સપ્લીમેન્ટ્રી ચાર્જશીટમાં ભૂપેશ બઘેલના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. EDની ચાર્જશીટમાં મહેદેવ એપના પ્રમોટર્સ પાસેથી 508 કરોડ રૂપિયા લેવાનો આરોપ છે. મહાદેવ એપના પ્રમોટર અને આરોપી સુભમ સોનીએ તપાસ દરમિયાન ઘણાં ખુલાસા કર્યા છે. ચાર્જશીટમાં ભૂપેશ બઘેલ અને સુભમ સોની ઉપરાંત અનિલ કુમાર અગ્રવાલ, રોહિત ગુલાટી, ભીમ સિંહ યાદવ અને અસીમ દાસના નામ સામેલ છે. પીએમએલએ હેઠળ ચાલી રહેલી તપાસમાં રાયપુર સ્થિત વિશેષ અદાલતમાં સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ED અનુસાર, અસીમ દાસે પોતાના નિવેદનમાં કહ્યું કે, મહાદેવ બેટિંગ એપમાં મહત્વના પાત્ર સુભમ સોનીએ તેને ભૂપેશ બઘેલને પૈસા આપવા કહ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500