સુરતનાં પલસાણા પોલીસ મથક વિસ્તારનો છેલ્લા આઠ મહિનામાં પકડાયેલ રૂપિયા 1,38,64,300/-ના વિદેશી દારૂને કિકવાડ ખાતે નાશ કરવામાં આવ્યો છે. પલસાણા પોલીસ મથક વિસ્તારમાં ગત તારીખ 19/06/2022 થી 12/02/2023 સુધીનો કુલ આઠ મહિના દરમિયાન વિદેશી દારૂનાં 85 કેશો કરવામાં આવ્યા હતા. જેમાં વિદેશી દારૂ અને બીયર મળી કુલ નાની મોટી કુલ 1,2,766 બોટલો પકડાઈ હતી.
જેની કિંમત 1,38,64,300/- રૂપિયાનાં દારૂના જથ્થાને બુધવારેનાં રોજ બપોરે બારડોલી તાલુકાનાં કીકવાડ ગામે નેશનલ હાઈવે નંબર-53 ઉપર આવેલા જુના પુલ ઉપર નાશ કરવાની પ્રક્રિયા કરવામાં આવી હતી. કામરેજ પ્રાંત અધિકારી તેમજ નશાબંધી આબકારી અધિકારી અને નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક બારડોલી, તેમજ પલસાણા પોલીસ મથકનાં અધિકારીઓની હાજરીમાં કરોડોની કિંમતનાં દારૂને નાશ કરવા માટે તેના પર રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500