Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નિઝર પોલીસે વિદેશીદારૂની હેરાફેરી કરતા બે જણાને પકડ્યા,બે વોન્ટેડ

  • September 06, 2020 

નિઝર પોલીસ સ્ટાફના માણસોએ આજરોજ વિદેશીદારૂની હેરાફેરી કરતા બે જણાને ઝડપી પાડી,બે જણાને વોન્ટેડ જાહેર કર્યો હતો.

 

મળતી માહિતી મુજબ નિઝરના વૃંદાવન નગરમાં જાહેર રસ્તા પરથી આજરોજ નિઝર પોલીસે મોટર સાયકલ નંબર એમએચ/18/એએચ/7225 પર સવાર વિજયભાઈ પંડિતભાઈ પાટીલ રહે,જુના બેલ બજાર, ગુંદડી ગલી,નંદુરબાર અને દીપકભાઈ પ્રકાશભાઈ જગ્યાસિંગ (સિંધી) રહે, નંદુરબાર (મહારાષ્ટ્ર) નાઓને ઝડપી પાડી તપાસ કરતા તેઓની પાસેથી બે ટ્રાવેલ બેગ અને સ્કુલ બેગ માંથી અલગ અલગ બ્રાંડની વિદેશીદારૂની બાટલીઓ મળી આવી હતી.

 

તેઓની વધુ પૂછપરછમાં દારૂનો જથ્થો સુરતમાં ગુજરાત ગેસ સર્કલ પાસે સમીરભાઈએ મંગાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું, આ બનાવમાં હેડકોન્સ્ટેબલ જીગ્નેશભાઇ ગણપતભાઈની ફરિયાદના આધારે બને આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 30,340/- નો વિદેશીદારૂ, મોબાઇલ ફોન અને મોટર સાયકલ મળી કુલ રૂપિયા 50,840/-નો મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી દારૂ મંગાવનાર અને ભરી આપનાર બે જણાને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ નિઝર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન,ઝેડ,ભોયા કરી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application