Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાતનાં અલગ–અલગ જિલ્લાઓમાં વરસાદ, વાવાઝોડા અને હીટવેવની આગાહી

  • May 10, 2024 

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ગરમીનો પ્રકોપ અમુક જિલ્લાઓમાં હજુ થોડા દિવસ યથાવત રેહશે અને આગામી 4 દિવસ વાતાવરણ સૂકું રહેશે. જ્યારે આગામી 2 દિવસ કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. કચ્છ અને આસપાસના વિસ્તારોમાં યલોએલર્ટ આપવામાં આવ્યુ છે.રાજસ્થાન ઉપર બે, મધ્યપ્રદેશ ઉપર એક અને અરબ સાગર પર એક સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસાદની સંભાવના છે.  આગાહી અનુસાર આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. 11 તારીખે ડાંગમાં આગાહી કરવામાં આવી છે. 12 અને 13 તારીખે છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવે છે. ગુજરાતમાં 11, 12 અને 23 મે ના રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે.


હવામાન વિભાગ અનુસાર, દિલ્હી-એનસીઆર10 મેના રોજ પણ આંશિક વાદળછાયું રહી શકે છે. ભારે પવન સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સુધી રહી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. વડોદરામાં34 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. રાજકોટ અને ભાવનગરમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. પોરબંદરમાં32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. પાલનપુરમાં37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.


હવામાન આગાહીકારઅંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે.10 થી 14 મે વચ્ચે ગુજરાતભરમાંપ્રિ-મોન્સૂનએક્ટિવિટી શરુ થશે. પ્રિ-મોન્સૂનએક્ટિવિટી દરમિયાન વાવાઝોડા અને વંટોળ સાથે વરસાદ વરસે તેવી આગાહી કરી છે.આ સમય દરમિયાન મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. ચોમાસાને લઈને અંબાલાલ પટેલે અનુમાન કરતા જણાવ્યુ છે કે કૃતિકા નક્ષત્રમાં જો વરસાદ થાય તો ચોમાસું સારુ રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application