ફુડ સેફ્ટી, ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર શ્રી એચ.જી.કોશિયા એ જણાવ્યું છે કે, રાજ્યનાં નાગરિકોને શુધ્ધ અને સલામત ખોરાક મળી રહી તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નિયમીત અસરકારક કામગીરી કરવામાં આવે છે. હાલ તહેવારો તથા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્ય વ્યાપી તપાસ હાથ ધરીને ઓગષ્ટ માસ દરમિયાન ૬૯૧ થી પણ વધુ ખાધ્ય ચીજોનાં નમુનાઓ તંત્ર ધ્વારા લેવાયા છે. આ નમૂનાઓ ચકાસણી અને પ્રુથ્થક્કરણ અર્થે સરકાર માન્ય લેબોરેટરીઝમાં અને તંત્રની લેબોરેટરીઝમાં પરિક્ષણ અર્થે મોકલી આપવામાં આવેલ છે તથા નમુનાઓના પરીણામ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
તેમણે ઉમેર્યું કે, તહેવારો દરમિયાન લોકોને સ્વસ્થ, સલામત અને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે ચેકીંગ,સેમ્પ્લીંગ તથા સર્વેલેન્સ કામગિરીની સાથે ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ દ્વારા લોક જાગ્રુતિ અને ફૂડ બીઝનેસ ઓપરેટર્સ તથા આમ નાગરિકો માટે તાલીમ આપવામાં આવી રહી છે અને ઓગષ્ટ માસ દરમિયાન કુલ ૬૯૧ થી પણ વધુ ખાધ્ય ચીજોનાં નમુનાઓ તંત્ર ધ્વારા લેવામાં આવ્યા છે.
૦૧લી ઓગષ્ટ થી ૧૪ ઓગષ્ટ, ૨૦૨૨ દરમિયાન રાજ્યવ્યાપી ખાધ્ય તેલનાં સર્વેલન્સ નમુના માટેની સ્પેશીયલ ડ્રાઇવ કરવામાં આવી હતી જેમાં ૨૩૯ નમુનાઓ લેવામાં આવ્યા જે પૈકી ૭૧ વનસ્પતી, ૩૬ સીંગતેલ, ૨૯ સરસીયું, ૨૧ કપાસીયા તેલ ૨૭ પામતેલ, ૧૯ સોયાબીન તેલ તથા ૨૫ અન્ય નમુનાંઓ લેવામાં આવ્યા છે.
રક્ષાબંધનના પર્વ નિમીત્તે કલરવાળી તથા ચાંદીના વરખવાળી મીઠાઇ બાબતે રાજ્યવ્યાપી સ્પેશીયલ ડ્રાઇવ કરવામાં આવી હતી અને ૨૩૯ નમુનાઓ લેવામાં આવ્યા જે પૈકી ૭૦ ચાંદીના વરખવાળી મીઠાઇ,૧૧૨ કલરવાળી મીઠાઇ અને ૫૭ માવાની મીઠાઇઓનો સમાવેશ થાય છે. વધુમાં સર્વે અંતર્ગત વિવિધ દાળ અને કઠોળ આનુષંગીક રાજ્યવ્યાપી સ્પેશીયલ ડ્રાઇવ કરવામાં આવી છે જેમાં ૨૨૪ નમુનાંઓ લેવામાં આવ્યા હતા.હાલ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ફરાળી લોટ અંગે પણ સઘન તપાસ અને નમુનાઓ લેવાની પ્રક્રીયા ચાલુ છે તેમ તેમણે ઉમેર્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500