અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનીયાએ જાહેર શાંતિ-સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખી એક જાહેરનામા દ્વારા તાપી જિલ્લામાં તમામ નવા-જુના વાહનો વેચનારા તથા તે અંગેની દુકાન ધરાવનારા માલિકો, મેનેજરો, સંચાલકો, એજન્ટોને આ પ્રકારના વાહનો ખરીદ-વેચાણ કરતી વખતે આટલી સૂચનાનું પાલન કરવા જણાવ્યું છે.
જે મુજબ વેચાણકર્તાએ વાહન ખરીદનારને તેનું પુરૂ નામ, સરનામું, સંપર્ક માટે ટેલીફોન/મોબાઇલ નંબર સાથેનું બીલ આપવું અને સ્થળપ્રત કબજામાં રાખવી, ઓળખ માટેના પુરાવા તરીકે ખરીદનાર ગ્રાહકનું ડ્રાઇવીંગ લાયસન્સ, બીલમાં ખરીદનારનું પુરુ નામ, સરનામું સંપર્ક માટે ટે./મો.નંબર લખવો. વેચાણબીલમાં વાહનોના ફ્રેમ નંબર, ચેસીસ નંબર સહિત લે-વેચની તમામ વિગતો તૈયાર કરી નજીકના પોલિસ સ્ટેશન અથવા મામલતદારને દિન-૭માં રજુ કરવાનું રહેશે. આ જાહેરનામાનો અમલ તા.૨૬/૦૨/૨૦૨૧ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500