Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બિહારમાં ગંગા, સોન અને સહયોગી નદીઓનાં જળસ્તરમાં વધઘટ ચાલુ, પૂરમાં પાણીમાં ડૂબી જવાથી પાંચ લોકોનાં મોત

  • September 23, 2024 

બિહારમાં ગંગા, સોન અને સહયોગી નદીઓનાં જળસ્તરમાં વધ-ઘટ ચાલુ છે. કેટલાક વિસ્તારોમાં ગંગા નદીના સ્તરમાં ઘટાડો થયો છે જ્યારે કેટલાક સ્થળોએ વૃદ્ધિ જોવા મળી છે. બકસર, આરા, પટના અને હાજીપુરમાં ગંગાના જળસ્તરમાં ઘટાડો થયો છે. જ્યારે ભાગલપુર, મુંગેર, લખીસરાય અને બેગુસરાયમાં ગંગાના જળસ્તરમાં વૃદ્ધિ જોવા મળી છે. મુંગેર-ભાગલપુર નેશનલ હાઇવે-80 પર એકથી દોઢ ફૂટ પાણી વહી રહ્યું છે. ગંગા ખતરાનાં નિશાનથી 55 સેમી ઉપર વહી રહી છે. ભાગલપુર જિલ્લાના છ તાલુકા ગોપાલપુર, ઇસ્માઇલપુર, નાથનગર, સબૌર, કહલગાવ અને સુલતાનગંજમાં ગંગાનું પાણી ફેલાઇ ગયું છે.


ખેતરોમાં શાકભાજી અને મકાઇનાં પાક ડૂબી ગયા છે. બિહારમાં પૂરમાં પાણીમાં ડૂબી જવાથી પાંચ લોકોના મોત થયા છે. દિયારાનાં ખુટહા ચેતના ટોલામાં સ્મિતા કુમારીનું મોત થયું છે. ઉપ મુખ્યપ્રધાન વિજયકુમાર સિન્હાથી બડહિયા પહોંચીને રાહત શિબિરનું નિરીક્ષણ કર્યુ છે. બિહારમાં પૂરને કારણે 12 જિલ્લાઓના 12.67 લાખ લોકોને અસર થઇ છે. ગંગા નદી પટણાનાં દીધા ઘાટા પર 1.16 અને ગાંઘી ઘાટ પર 1.51 મીટર ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. કટિહારમાં ગંગા, કોસી, કારી કોસી, બરંડી નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. મનિહારીના પાંચ પંચાયતોમાં પૂરનું પાણી પ્રવેશી ગયું છે.


પૂરને કારણે જિલ્લાની 21 યુનિવર્સિટીઓના શૈક્ષણિક કાર્યમાં અવરોધ ઉભો થઇ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આંધ્ર પ્રદેશ, કર્ણાટકમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. કેદારનાથ માટેનો પદયાત્રા માટેનો માર્ગ ધ્વસ્ત થઇ ગયો છે. કેદારનાથ પગપાળા માર્ગનો 15 મીટરનો હિસ્સો ધરાશયી થઇ ગયો છે. જેના કારણે શનિવાર સાંજથી કેદારનાથની અવરજવર બંધ છે. દર્શન કરી પરત ફરી રહેલા 5000થી વધુ તીર્થ યાત્રીઓને વૈકલ્પિક માર્ગથી સુરક્ષિત રીતે ગૌરીકુંડ લઇ જવામાં આવ્યા હતાં. મધ્યપ્રદેશમાં 1 જૂનથી 22 સપ્ટેમ્બર સુધીમાં 1063.3 મિમી વરસાદ પડયો છે જે વાર્ષિક સરેરાશ વરસાદથી 15 ટકા વધારે છે. છેલ્લા 18 વર્ષોમાં પ્રથમ વખત વાર્ષિક સરેરાશ વરસાદથી વધુ વરસાદ પડયો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application