Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બ્રિટનમાં અચાનક થયેલ ભારે વરસાદ, કરા અને વીજળી પડવાને કારણે અનેક વિસ્તારોમાં પૂર

  • March 24, 2025 

બ્રિટનના દક્ષિણ ઇંગ્લેન્ડ અને ઇસ્ટ મિડલેંડ્સમાં ખરાબ હવામાનથી ભારે નુકસાન થયું છે. અચાનક થયેલા ભારે વરસાદ, કરા અને વીજળી પડવાને કારણે અનેક વિસ્તારોમાં પૂર આવ્યું હતું. આકાશમાંથી વીજળી પડવાની 400 ઘટનાઓથી લોકો ભયભીત છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, વરસાદ 20 મિનિટથી લઇને એક કલાક સુધી ચાલુ રહ્યો હતો. હવામાન વિભાગે ભવિષ્યવાણી કરી છે કે, વધતા કલાયમેટ ચેન્જને કારણે આવી ઘટનાઓ વધવાની સંભાવના છે. બ્રિટનનાં હવામાન વિભાગે જણાવ્યું છે કે, કેટલાક વિસ્તારોમાં પૂર પણ આવ્યું છે.


જ્યારે નેશનલ હાઇવેએ જણાવ્યું છે કે, શનિવારના યોર્કશાયરમાં એમ-18ના કેટલાક ભાગ બંધ કરી દેવામાં આવ્યા હતાં. વાર્વિકની પાસે એમ-40ના કેટલાક ભાગોને પણ બંધ રાખવામાં આવ્યા હતાં. હવામાન વૈજ્ઞાાનિક એલી ગ્લેઝિયરે જણાવ્યું હતું કે લંડન અને બકિંઘમશાયરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ સાથે તોફાન આવ્યો હતો. તેમણે એ પણ જણાવ્યું હતું કે, વરસાદનું સ્તર મહત્તમ 10 થી 15 મિલીમીટરની વચ્ચે હતું અને આ વરસાદ 20 મિનિટથી લઇને એક કલાક સુધી ચાલુ રહ્યું હતું. હવામાન વિભાગે જણાવ્યું હતું કે શનિવારે લગભગ 300 થી 400 વીજળી પડવાની ઘટનાઓ જોવા મળી હતી. આ ઘટના એવા સમયે જોવા મળી છે જ્યારે બ્રિટનમાં 1972પછીનો સૌથી ગરમ દિવસ જોવા મળ્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application