સુરત જિલ્લા એલ.સી.બી. પોલીસ ટીમે બારડોલી નેશનલ હાઈવે પર માણેકપોર ગામના પાટીયા પાસે આવેલી સહયોગ હોટલના પાર્કિંગમાંથી રૂ.૨૩.૭૩ લાખનો વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી ચાલકની ધરપકડ કરી ત્રણને વોન્ટેડ જાહેર કર્યા હતા. મળતી માહિતી મુજબ, જિલ્લા એલ.સી.બી. પોલીસ ટીમે બાતમી આધારે બારડોલી નેશનલ હાઈવે પર માણેકપોર ગામનાં પાટીયા પસો આવેલી સહયોગ હોટલનાં પાર્કિંગમાં મુકેલા એક બંધ બોડીના તાતા એલપીટીને પકડી પાડી તેમાં તલાશી લેતા ૨૩.૭૩ લાખની કિંમતની દારૂની ૧૭,૦૮૮ બોટલો હાથ લાગી હતી. આમ, પોલીસે દારૂના જથ્થા સહિત ૩૩.૩૯નો મુદ્દામાલ કબજે કરી દારૂની ખેપ મારી રહેલા ચાલક ઐયાઝ હૈયાઝ ખાન (રહે.ઈમરાન નગર, પરવેઝભાઈની ચાલી શન રોડ વાપી)ની ધરપકડ કરી છે.
જયારે દારૂના આ ગુન્હામાં પોલીસે સેલવાસ ખાતેથી દારૂ ભરાવનાર અજાણ્યા ઈસમ, દારૂ ભરાવીને સંપર્ક કરાવનાર દિપક પાટીલ (રહે.મીયાભયંદર રોડ, મુંબઈ, મહારાષ્ટ્ર) અને પકડાયેલો આ દારૂનો જથ્થો બારડોલી-પલસાણા હાઈવે પર લેવા આવનાર અજાણ્યા ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. જયારે બીજા બનાવમાં સુરત જિલ્લા એલ.સી.બી. પોલીસે બારડોલી નેશનલ હાઈવે પર આવેલ આફવા ગામની સીમ પાસેથી ગુપ્ત ચોર ખાનામાં વિદેશી દારૂ છુપાવીને સપ્યાલ કરતા એક ટેમ્પોને રૂ.ર.૫૫ લાખના દારૂના જથ્થા સાથે પકડી પાડયો છે. પોલીસે દારૂની ખેપ મારી રહેલા સુરતના ફીરોઝ ખાન પઠાણ અને કલીનર રાજ ગોહીલને પણ ઝડપી પાડયા છે. આ બંને આરોપીએ અગાઉ અન્ય પોલીસ સ્ટેશનોમા દારૂના ગુનામાં પકડાય ચુકેલા આરોપી છે.
પોલીસે દારૂ અને ટેમ્પો સહિત રૂ.૯.૬૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મળતી માહિતી મુજબ, બારડોલી હાઈવે પર આફવા ગામની સીમમાંથી એલ.સી.બી. પોલીસે બાતમી આધારે ગુપ્ત ચોર ખાનામાં રૂ.ર.૫૫ લાખનો દારૂ સપ્લાય કરી રહેલા એક અશોક લેનન કપંનીના ટેમ્પોને ઝડપી પાડયો છે. પોલીસે આ ટેમ્પો મારફતે આ દારૂની ખેપ મરી રહેલો ફીરોઝ ખાન રુકમાન ખાન પઠાણ (રહે.ઉમરવાડા ટેનામેન્ટ ડી/૯ ઘર નં.૨૫ સુરત) અને તેની સાથેનો કલીનર રાજ પ્રકાશ ગોહીલ (રહે.સી/૧૦૨, વરૂણ એપાર્ટમેન્ટ, જ્યોતિ નગર, અડાજણ, સુરત)ને પકડી પાડી આ દારૂનો જથ્થો ભરી આપી જનાર તેમજ દારૂ મંગાવનાર ઉદિત પટેલ (રહે.ઉધના સુરત શહેર)ને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. પકડયેલા આરોપી ફીરોઝ ખાન પઠાણ સુરત શહેરના સલામત પોલીસ સ્ટેશનમા બે ગુના, વલસાડ પોલીસ સ્ટેશનમા એક, ઉધના પોલીસ સ્ટેશનમાં એક ગુના નોંધાયેલા આ ઉપરાંત સુરત શહેરમાંથી તેને પાસા હેઠળ જેલમાં મોકલાયેલો હતો. આ ઉપરાંત પકડયોલા રાજપકાશ ગોહીલ વિરુદ્ધ પારડી પોલીસ સ્ટેશન અને ચીખલી પોલીસ સ્ટેશનમાં દારૂનાં ગુન્હા નોધાઈ ચુક્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500