સુરત જિલ્લાનાં બારડોલીનાં ભુવાસણ ગામે હળપતિ સેવા સંઘ બારડોલી સંચાલિત ઉત્તરબુનિયાદી આશ્રમશાળામાં ગત બે દિવસ પહેલા ધો.૧૧માં અભ્યાસ કરતી ૧૬ વર્ષીય વિદ્યાર્થિનીએ આત્મહત્યા કહી હતી. તેના પિતા અને ગ્રામજનોએ હત્યા કરાઈ હોવાની શંકા વ્યક્ત કરતી લેખિત રજૂઆત બારડોલી ડીવાયએસપીને કરી છે. જોકે બારડોલી રૂરલ પોલીસે હાલ તુરંત બનાવ સંદર્ભે અકસ્માત મોતની ફરિયાદ નોંધી હતી.
તપાસ કરનાર બારડોલી રૂરલ પીઆઈ પી.એન.જાડેજાના કહેવા પ્રમાણે હાલ તપાસ દરમિયાન હત્યા અંગે કોઈ વિગત બહાર આવી નથી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બારડોલી તાલુકાની ભુવાસણ ઉ.બુ. આશ્રમશાળામાં ઉચ્છલ તાલુકાનાં મૌલિપાડા ગામનાં નિશાળ ફળીયામાં રહેતી ૧૬ વર્ષ ઉંમરની રાધિકાબેન પ્રફુલભાઈ વસાવા ૧૧માં ધોરણમાં અભ્યાસ કરી રહી હતી. આ વિદ્યાર્થિનીએ ગત બે દિવસ પહેલા આશ્રમ શાળાનાં છોકરીઓ માટેની બેરેકના ત્રીજા માળે નવા બની રહેલા બાથરૂમનાં લાકડા વડે ઓંઢણી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે આ મામલે અકસ્માત મોત દાખલ કરી તપાસ શરૂ કરી છે. તે વચ્ચે આ વિદ્યાર્થિનીનાં પિતા અને ગામના લોકોએ આ બનાવમાં વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી નહી પરંતુ તેનુ મર્ડર થયુ છે.
તેવી રજૂઆત કરી છે. બારડોલી ડીવાયએસપીને વિગતવારની લેખિત રજૂઆતમાં તેમની પુત્રીની ઊંચાઈ જોતા તે બાથરૂમમાં લાકડાનો દાંડો મુકી શકે નહીં જણાવતા તેમણે ઘટના સ્થળ ઉપરથી કોઈ અજાણ્યા યુવકના કપડા પણ મળ્યા હોવાનુ જણાવ્યુ હતું. ભુવાસણના સ્થાનિક આગેવાનોએ આશ્રમ શાળાની બાજુમાં આવેલ રિસોર્ટમાં આખી રાત ડી.જે. વગાડી ત્રાસ ફેલાવાય રહ્યો છે. સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે રિસોર્ટમાં પરપ્રાંતીઓ કામ કરવા આવે છે અને રાત્રે આખા રસ્તે નશાયુક્ત હાલતમાં ફરતા જોવા મળે છે. મળી આવેલા કપડા બાબતે રિસોર્ટમાં તપાસ કરાવામાં આવે એવું શિક્ષકોનું અને તેમની પુત્રીની બહેનપણીઓનું નિવેદન લઈ આશ્રમ શાળાનાં CCTV કેમેરા તપાસી બનાવની યોગ્ય તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500