મહારાષ્ટ્રનાં નવાપુર શહેર વિસ્તારમાં આવેલ મેમણ ગલીમાં બે પરિવારો વચ્ચે મારામારી સાથે એકનાં ઘરમાં ચીજ વસ્તુઓની તોડફોડ કરતા સામસામે ફરિયાદ કરવામાં આવી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નવાપુરની મેમણ ગલીમાં રહેતો આસિફ હાજી ખાટીકની દિકરી ૧ માર્ચથી પરિવારને કહ્યા વગર ઘરેથી ચાલી ગઈ હતી. જેથી ૨૫ માર્ચના રોજે બપોરે ૧૨:૪૫ વાગ્યાના અરસામાં યુવતીના પિતા આસિફ હાજી (રહે.મેમણ ગલી, નવાપુર)ની સાથે આરીફ ખાટીક, ઉજેફા આરીફ ખાટીક અને અનસ આસિફ ખાટીક, સિદ્દીક ખાટીક (ચારેય રહે.ઈસ્લામપુરા, નવાપુર), રિહાના ખાટીક, શકીલા ખાટીક, ભટ્યા ખાટીક (ત્રણેય રહે.લાખાણી પાર્ક, નવાપુર)એ ભેગા મળી મેમણ ગલીમાં તેઓના ઘરની પાછળ રહેતી સુરયાબી મંજુર અલી સૈય્યદના ઘરે ઘૂસીને ગુમ યુવતીના મામલે પુછપરછ કરી હતી.
જ્યાં સુરયાબીએ કહ્યું કે, આ મામલે મને કહી જ ખબર નથી એવું કહેતા રોષે ભરાયેલા ઉપરોક્ત બે મહિલા અને સાત શખ્સોએ તેણીના ઘરમાં રહેલી ટીવી, ફીઝ, કુલર, કબાટની તોડફોડ કરી વાસણો ફેકી ઢીક્કા મુક્કીનો મારમારી ગાળો કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જ્યારે સામેના પક્ષની સકીલા આરીફ ખાટીકએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, સિમરન જુબેર સૈય્યદને પુછ્યું હતું કે, મારી જેઠાણીની દિકરીને તમારા ત્યાનો યુવક કઈ લઈ ગયો છે. આ વાત સાંભળી ગુસ્સામાં અબરાર સાબીર અલી સૈય્યદ, જુબેર અલી મંજુર અલી સૈય્યદ, કમર અલી સાબીર અલી સૈય્યદ, સુરીયાબી મંજુર અલી સૈય્યદ અને એક ખૈરૂન નામની મહિલા (તમામ રહે.મેમણ ગલી નવાપુર)એ સકીલાબેનને ગાળો કહી ઢીક્કા મુક્કીનો મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ઘટના અંગે નવાપુર પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને બંને પક્ષોની સામસામે વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500