તાપી જિલ્લાનાં કુકરમુંડા તાલુકાનાં ગંગથાનાં રહીશ તથા આરોગ્ય વિભાગમાં નોકરી કરતા મિત્તલબેન પટેલ (ઉ.વ.૩૨)એ નવા ડ્રેસીસ ખરીદવા માટે ગત તારીખ 30/03/2025 નારોજ રાત્રિનાં સમયે ઇન્સ્ટાગ્રામ આઈ.ડી. કજરી ગુરૂકુલ ૦૦૧૧ ઉપર સંપર્ક કરી તે વખતે વોટ્સએપ ઉપર કોલ આવ્યો હતો. જેમાં ખરીદીની વિગત આપી હતી. જોકે યુવતીએ રૂ.૧પ૯૯ ગુગલ પે ચુકવી દીધા હતા. ત્યારબાદ ડીલેવરી ચાર્જ અલગથી ચુકવવા તેમજ રીફંડ મેળવવા ફરીથી ગુગલ પે થી રૂ.૧૪૯૯ મોકલવા તેમજ એક લીંક મોકલેલ જેના ઉપર કલીક કરવા જણાવ્યું હતું. યુવતીનાં બેંક એકાઉન્ટમાંથી જુદી-જુદી રીતે રૂ.૧૦૭૯૨ જેટલી રકમ ટ્રાન્સફર કરાવી લઇ અજાણ્યાએ ઓનલાઇન ફ્રોડ કર્યાની ફરીયાદ પોલીસ મથકે યુવતીએ તારીખ ૨૫-૩-૨૫ નારોજ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application