મૂશળધાર વરસાદ અને પૂર જેવી વિકટ સ્થિતિ ભારતના અનેક રાજ્યોમાં જોવા મળી રહી છે ત્યારે હવે આ યાદીમાં મેઘાલયનું નામ પણ સામેલ થઈ ગયું છે. મેઘાલયમાં પૂરના કારણે ચારેકોર હાહાકાર મચી ગયો છે. ભારે વરસાદને કારણે અહીં પૂર બાદ ભૂસ્ખલન પણ જોવા મળ્યું. અહેવાલ અનુસાર મેઘાલયમાં છેલ્લા 24 કલાકમાં 10 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. અનેક રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે મેઘાલયની દક્ષિણી ગારો પહાડીઓમાં ભારે ભૂસ્ખલન થયું છે. આ સાથે જ ગેસુઆપરા વિસ્તારમાં પણ ભૂસ્ખલનના સમાચાર આવી રહ્યા છે.
બીજી બાજુ હાથિયાસિયા સોંગમામાં ભૂસ્ખલનને કારણે એક જ પરિવારના 7 લોકો મૃત્યુ પામ્યા હતા. ભૂસ્ખલન વખતે એક ઘરમાં 3 સગીર સહિત 7 લોકો હાજર હતા. ભૂસ્ખલન બાદ આ તમામ લોકો ભૂસ્ખલનના કાટમાળ નીચે દટાઈ જતાં મૃત્યુ પામ્યા હતા. મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ કે સંગમાનું કહેવું છે કે ગારો હિલ્સની વચ્ચે આવેલા 5 જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. આવી સ્થિતિમાં તમામ જિલ્લા પૂરની લપેટમાં છે. આ અંગે સમીક્ષા બેઠક યોજવામાં આવી છે. જ્યારે ડાલુમાં ભૂસ્ખલનને કારણે 3 લોકોનાં મોત નીપજ્યાં હતા. જ્યારે હાથિયાસિયા સોંગમામાં પણ 7 લોકોએ જીવ ગુમાવ્યા. અહેવાલ મુજબ, રાજ્યના મુખ્યમંત્રીએ ભૂસ્ખલનમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારોને મોટી રાહત આપવાની જાહેરાત કરી છે. એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવાઈ રહ્યું છે. ભૂસ્ખલનથી પ્રભાવિત લોકોને કાટમાળમાંથી બચાવવાનું કામ ચાલી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application