Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના માંડલ ટોલનાકા પાસેથી નશો કરી લવારા-બકવાસ કરતા 5 જણા ઝડપાયા

  • February 23, 2021 

માંડળ ગામના ટોલનાકા પાસે કોઈ કેફીપીણાનો નશો કરી લવારા-બકવાસ કરતા સુરત ના પાંચ ઈસમોને પોલીસે ઝડપી પાડી તેઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ હતી.

 

 

 

 

સોનગઢના માંડલ ટોલનાકા પાસે એક ઇક્કો ગાડી નંબર જીજે/05/જેપી/6245 ને અટકાવી તપાસ કરતા ગાડી નો ચાલક અને તેની સાથેના બીજા ચાર ઇસમો કોઈ કેફી પીણાનો નશો કરેલી હાલતમાં હોય જાહેરમાં લવારા બકવાસ કરતા હોય પોલીસ તપાસમાં તેઓના કબ્જા માંથી ભારતીય બનાવટની વિદેશીદારૂ ની અલગ અલગ બ્રાન્ડની બાટલીઓ નંગ 2 મળી આવતા સોનગઢ પોલીસે પાંચેય આરોપીઓ વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઈ દેવસિંગભાઇની ફરિયાદના આધારે દારૂની બાટલીઓ અને આરોપીઓની અંગ ઝડતી માંથી મળી આવેલ મોબાઈલ નંગ 5 જેની કિંમત રૂપિયા 16 હજાર તથા ઇક્કો ગાડી ની કિંમત રૂપિયા 2.50 લાખ મળી કુલ રૂપિયા 2,66,375/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

 

 

 

નશો કરી લવારા-બકવાસ કરતા ઝડપાયેલા સુરતના ઈસમો

(1) શેખ મોસીન શેખ હુસેન શેખ રહે,ભેસ્તાન આવાસ,પાંજરા પોળ પાસે-સુરત

(2) શેખ નિજામુદ્દીન રીયાઝુદ્દીન રહે, રૂસ્તમપુરા,સુરત

(3) શેખ ફિરોજ યાસીન શેખ રહે, ભેસ્તાન,સુરત

(4) ઇમરાનખાન ઈબ્રાહીમ પઠાણ રહે, ભેસ્તાન,સુરત

(5) શેખ નિજામુદ્દીન શેખ અલ્લાઉદ્દીન રહે, ભેસ્તાન આવાસ,સુરત

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application