Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટાઈટેનિક જહાજ જોવા ગયેલ ‘ટાઇટન સબમરીન’માં સવાર પાંચ લોકોનાં મોત : સબમરીનનો કાટમાળ કેનેડાનાં જહાજમાં તૈનાત માનવરહિત રોબોટે શોધી કાઢ્યો

  • June 23, 2023 

ટાઈટેનિક જહાજ જોવા ગયેલ ‘ટાઇટન સબમરીન’માં સવાર તમામ પાંચ લોકોનાં કરૂણ મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ વાતની પુષ્ટિ કરતા સબમરીન ઓપરેટિંગ કંપની ઓશનગેટે તેઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સબમરીનમાં સવાર તમામ લોકો ડૂબી ગયેલા ટાઈટેનિક જહાજનાં કાટમાળને જોવા માટે ઊંડા સમુદ્રમાં ગયા હતા, જ્યાં તેમની સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. જોકે ગત તા.18મી જૂને ઓશનગેટ કંપનીની આ સબમરીન પ્રવાસ માટે નીકળી હતી, પરંતુ શરૂઆતનાં બે કલાકમાં જ સંપર્ક તૂટી ગયો હતો. અહેવાલ અનુસાર, સર્ચ ટીમને ટાઈટેનિક જહાજ પાસે ગુમ થયેલી સબમરીનનો કાટમાળ મળ્યો છે.



અમેરિકી કોસ્ટ ગાર્ડનાં જણાવ્યા અનુસાર, સબમરીનનો કાટમાળ મળ્યા બાદ નિષ્ણાંતો ટીમે તપાસ શરૂ કરી છે એવું કહેવામાં આવી રહ્યું છે કે, સબમરીનનો કાટમાળ કેનેડાનાં જહાજમાં તૈનાત માનવરહિત રોબોટે શોધી કાઢ્યો છે. અમેરિકી કોસ્ટગાર્ડનાં અધિકારીઓના અહેવાલ અનુસાર ટાઈટન સબમરિનમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો અને તેના કારણે તેમાં સવાર તમામ લોકો મૃત્યુ પામી ગયા હતા. ‘ટાઇટન સબમરીન’ પર સવાર પાંચેય લોકો જાણીતા અબજોપતિ હતા.



તેમાં ઓશનગેટના સીઈઓ સ્ટોકટન રશ, પ્રિન્સ દાઉદ અને તેમના પુત્ર સુલેમાન દાઉદ, હેમિશ હાર્ડિંગ અને પોલ-હેનરી નાર્જિયોલેટનો સમાવેશ થાય છે. ગત તા.18 જૂનનાં રોજ, અમેરિકન કંપની ઓશનગેટની આ સબમરીન ટાઇટેનિકનાં કાટમાળને બતાવવા માટે તેની યાત્રા પર નીકળી હતી. તેના સુધી પહોંચવા, ત્યાં ફરવા અને પછી પાછા આવવા માટે ટાઇટેનિકનો પ્રવાસ લગભગ 8 કલાક ચાલે છે.



ટાઇટેનિકનાં કાટમાળની નજીક જતા બે કલાક લાગે છે. ચાર કલાક સુધી સબમરીન કાટમાળની આસપાસનો વિસ્તાર બતાવે છે. જે બાદ પરત ફરવામાં પણ લગભગ બે કલાક લાગે છે. અચાનક ગુમ થયેલી આ સબમરીનને શોધવી સરળ ન હતી. US કોસ્ટ ગાર્ડનાં પ્રવક્તાએ કહ્યું હતું કે, આ ખૂબ જ મુશ્કેલ બચાવ કામગીરી છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, આ સર્ચ ઓપરેશનમાં સર્ચ ટીમને સૌથી મોટી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો તે પાણીમાં દૃશ્યતા હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application