વડોદરા સ્ટેટ હાઈવે પર જરોદ નજીક પોલીસના માણસો રેફલર ચોકડી ખાતે વાહન ચેકીંગ કરતા હતા ત્યારે મળેલી બાતમી મુજબ ભીલવાડા (રાજસ્થાન)થી મુંબઇ જતી વિશ્વકર્મા લકઝરી બસને રોકી પાછળના ભાગે સામાન મુકવાની ડેકીમાં તપાસ કરવામાં આવતા દારૂની 144 દારૂની બોટલો મળી હતી.
આમ, પોલીસે કુલ 15.93 લાખનો મુદ્દામાલ કબજે કરી ડ્રાઇવર રાધેશ્યામ શાંતીદાસજી વૈષ્ણવ, રહે.ગુરલાન, તા.સહાડા, જી.ભીલવાડા (રાજસ્થાન), ડ્રાઇવર શ્યામલાલ કાલુલાલ વૈષ્ણવ રહે.બડા રવાલા મદારા રાજ્ય્સમંદ (રાજસ્થાન) કંડક્ટર નાથુલાલ કિશોરજી કુંભાર, રહે.તાણા, પોસ્ટ.ભોપાલ સાગર, જી.ચિત્તોરગઢ, હરીરામ લાલારામ મેઘવાલ રહે શોભાવાસ નાંદેશમા ઉદેપુર રાજસ્થાન અને શંકરલાલ ડાલુજી મેઘવાલ રહે.દાદીયા, મજાવડી, ગોગુંદા, રાજસ્થાનની ધરપકડ કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500