Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગોંડલ હાઇવે પર કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો

  • April 03, 2025 

રાજકોટના તુલીપ પાર્ટી પ્લોટ પાસે કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું અને ઇજાગ્રસ્ત કાર ચાલકને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે કાર ચાલકે ગુનો નોંધી કાયદેસરથી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


મળતી માહિતી અનુસાર, રાજકોટ ગોંડલ હાઇવે પર આવેલા તુલીપ પાર્ટી પાસે બુધવારે સાંજે પૂરપાટ ઝડપે નીકળેલા કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર ડિવાઇડર કૂદીને ખાનગી ટ્રાવેલ્સ સાથે ધડાકાભેર અથડાઇ હતી. આ અકસ્માતમાં કાર ચાલક અજયકુમાર પીપળીયાને ઇજા પહોંચી હતી અને ત્યાં કાર અને બસ નુકસાન થયું હતું. અકસ્માત સર્જાતા લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું કે કાર ચાલકને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત પગલે બસ ચાલકે આજીડેમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application