મુંબઈમાં ગત મંગળવારે ગણપતિ બાપ્પાના ઉત્સાહભેર આગમન બાદ વરસાદની વચ્ચે ગણેશ ભક્તોએ પાંચ દિવસના ગણપતિનું વિસર્જન કર્યું હતું. જયારે સાંજે છ વાગ્યા સુધી મુંબઈમાં કુલ 8,198 ગણેશ મૂર્તિઓનું વિસર્જન ઉત્સાહભેર પાર પાડયું હતું. મુંબઈના નૈસર્ગિક ઉત્સાહભેર પાર પાડયું હતું. મુંબઈના નૈસર્ગિક વિસર્જન સ્થળોએ ગણેશભક્તોની ભારે ભીડ હતી. ગણપતિ બાપ્પા મોરિયા, પુઢચા વરસી લઉકરીયા એવા ગગનભેદી નારા ગૂંજતા હતા. મુંબઈમાં નૈસર્ગિક તથા કૃત્રિમ તળાવોમાં ગણેશભક્તોએ ગણેશમૂર્તિનં વિસર્જન કર્યું હતું.
સાંજે છ વાગ્યા સુધી કરાયેલા 8,198 ગણેશ મૂર્તિના વિસર્જન પૈકી ઘરગથ્થું 7,398 મૂર્તિ, સાર્વજનિક ગણેશોત્સવ મંડળના 61 અને ગૌરીની 739 મૂર્તિનું વિસર્જન કરાયું હતું. શહેરમાં લગભગ 196 કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે. આજે કરાયેલા ગણેશમૂર્તિના વિસર્જન પૈકી કૃત્રિમ તળાવમાં કુલ 3,448 મૂર્તિઓનું વિસર્જન થયું હતું. તેમાં ઘરગથ્થુના 3,119 મૂર્તિ, સાર્વજનિક ગણેશોત્સવ મંડળની 29 મૂર્તિ અને ગૌરી 300 મૂર્તિનું વિસર્જનનો સમાવેશ થાય છે. આજે વરસાદી માહોલ વચ્ચે પાંચ દિવસ ગણેશગૌરી વિસર્જનને ધ્યાનમાં રાખીને વિસર્જન સ્થળો, બીચ તેમ જ કૃત્રિમ તળાવ વિસ્તારમાં પાલિકાના કર્મચારી અને પાકો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500