પશ્ચિમ બંગાળમાં વિસ્ફોટનાં કારણે પાંચ બાળકો ગંભીર ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. જોકે આ બાળકો ખેતરમાં રમી રહેલા બાળકોને બોંબ મળ્યો છે અને બાળકોએ બોંબને બોલ સમજીને ઉઠાવતા જોરદાર ધડાકો થયો છે. મળતી વિગતો મુજબ પશ્ચિમ બંગાળનાં મુર્શિદાબાદના જાંગીપુરમાં એક મેદાનમાં બાળકો રમી રહ્યા હતા. આ દરમિયાન બાળકો રમતાં રમતાં એક ખેતરમાં પહોંચી ગયા અને જમીન પર કંઈક વસ્તુ પડેલી જોઈ. જોકે બાળકોને ખબર ન હતી કે, આ બોલ નહીં પણ બોંબ છે. બાળકોએ પણ જોતજોતામાં બોંબને બોલ સમજીને ઉઠાવતા મોટો ધડાકો થયો હતો, જેમાં 5 બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ બાળકોની ઉંમર 7 વર્ષથી 11 વર્ષની વચ્ચે છે. ઉલ્લેખનિય છે કે, અગાઉ પણ પશ્ચિમ બંગાળમાં આવી ઘટના બની ચુકી છે.
આજે સવારે ફરક્કાના ઉત્તરમાં ઈમામનગરમાં ખેતરોમાં બોંબ રાખેલા પડ્યા હતા. બાળકોએ બોંબને બોલ સમજીને ઉઠાવ્યો અને રમતા લાગ્યા હતા. આ દરમિયાન વિસ્ફોટ થતા બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. આ તમામ સ્થાનિક પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ છે. વિસ્ફોટ સવારે 11.00 કલાકે થયો હતો, જેમાં એરિયન શેખ (ઉ.વ.8), દાઉદ શેખ (ઉ.વ.10), અસદુલ શેખ (ઉ.વ.7), સુભાન શેખ (ઉ.વ.11), ઈમરાન શેખ (ઉ.વ.9) ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત અસદુલને જાંગીપુર સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. જયારે ધડાકાનો અવાજ આવતા જ આસપાસનાં લોકો દોડીને ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્ત બાળકોને તુરંત બેનિયા ગ્રામ પંચાયત સ્વાસ્થ્ય કેન્દ્ર લઈ ગયા હતા. હાલ બાળકોની સારવાર ચાલી રહી છે. ગામનાં લોકોનું કહેવું છે કે, અહીં ઘણી જગ્યાઓ પર બોંબ પડ્યા હોવાથી આ ઘટના બની છે. તેઓ ભયભીત માહોલમાં જીવવા મજબૂર છે. હાલ ઘટનામાં કોઈની પણ ધરપકડ થઈ નથી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500