અમદાવાદમાં દિવસે દિવસે ક્રાઇમ ઘટવાની જગ્યાએ વધારો થઇ રહ્યો છે. એક તરફ સરકારના ગુજરાત સુરક્ષિતના દાવા વચ્ચે આજે અમદાવાદમાં સરેઆમ ફાયરિંગની ઘટના બની હતી. અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાનો કોઈ ડર ન હોય તેમ આ રીતે સરેઆમ ફાયરિગની ઘટનાથી શહેરના લોકોમાં ફફડાટ ઉભો થઇ જાય છે. આજે શહેરમાં બોલાચાલી બાદ મારામારી થઇ હતી અને ત્યાર બાદ ફાયરિંગ થયું હતું.
અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં ફાયરિંગ થયાની ઘટના બનતા તે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.આ ઘટનાની મળતી માહતી મુજબ ચાંદલોડિયામાં આવેલા રુધર્મ કોમ્પ્લેક્ષમાં 2 દુકાનોના માલિકો વચ્ચે બોલાચાલી થઇ હતી. આ બોલાચાલી ઉગ્ર બની હતી જેમાં ડોક્ટરને ઢોર માર મારવામાં આવ્યો હતો.આ ઘટનાની વિગત મુજબ ડૉક્ટરના નવા બની રહેલા ક્લિનિકમાં ફર્નિચર કામ ચાલતું હતું ત્યારે બાજુમાં આવેલી દુકાનમાં લાકડા મુકવામાં આવ્યા હતા અને આ બાબતે બાજુની દુકાનના માલિકે ત્યાં આવીને ડોક્ટર સાથે ઝઘડો કર્યો હતો.
આ બાદ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી જેમાં ડોક્ટરની બાજુની દુકાનના માલિકે 7થી 8 લોકોને ભેગા કરીને ડોક્ટરને ઢોર માર માર્યો હતો. આ મારામારી વચ્ચે ડોક્ટરના પિતાએ એક રાઉન્ડ ફાયરિંગ હવામાં કર્યું હતું. ફાયરિંગ કરનાર સતીષ યાદવ સિક્યુરિટી એજન્સી ચલાવે છે. સોલા પોલીસને જાણ થતા આ મામલે ફરિયાદ નોંધી અને ડૉક્ટરના પિતા સહીત 8 લોકોની અટકાયત કરી હતી. ઈજાગ્રસ્ત ડૉક્ટરને સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500