સુરતનાં હજીરાથી કેમિકલ ભરીને દમણ જઈ રહેલા ટેન્કરમાં આગ ભભૂકી ઉઠી હતી. વહેલી સવારે ટેન્કર રેલવે ફાટક ક્રોસ કર્યા બાદ અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોકે કન્ટેનરમાં આગ લાગતાં ચાલક નીચે ઉતરી ગયો હતો. આ આગની ઘટનામાં પારડી ફાયર ફાઈટરની ટીમની મદદ લેવામાં આવી હતી. પારડી ફાયર ફાઈટરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. બનાવની વિગત એવી છે કે, સુરતનાં હજીરાથી કેમિકલ ભરીને ટેન્કર ચાલક દમણ જઇ રહ્યો હતો.
તે દરમિયાન અગમ્ય કારણોસર ટેન્કરમાં આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનાની જાણ ટેન્કર ચાલકને થતાં તેને માનવ વસાહતથી દૂર ટેન્કર ઉભું રાખી સુરક્ષિત નીચે ઉતરી ગયો હતો. આ ઘટનાની જાણ સ્થાનિક લોકો મારફતે પારડી ફાયર વિભાગ અને પારડી પોલીસને કરાઈ હતી. જેમાં ફાયર વિભાગની ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે 2 કલાકનાં મહેનત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. જયારે કોઈજાન હાની ન થતાં રાહતનો શ્વાસ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application