Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતના અલથાણ કેનાલ વિસ્તારમાં રહેણાંક બિલ્ડિંગમાં લાગી આગ, વિકરાળ આગમાં ફસાયેલા 30થી વધુને બચાવાયા

  • February 25, 2023 

સુરતના અલથાણ કેનાલ રોડ પર આવેલા કેશવ હાઇટ્સના રામેશ્વર બી વિંગમાં એકાએક વિકરાળ આગ ફાટી નીકળી હતી. આગની ઘટનાથી રહીશોમાં ભાગદોડ મચી જવા પામી હતી. જોકે સ્થાનિકો દ્વારા ફાયરબ્રિગેડના આગ લાગ્યાની જાણ કરતા ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.



કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો


માહિતી મુજબ, અંદાજે 10 માળના કેશવ હાઇટ્સના રામેશ્વર બી વિંગના બીજા માળે અચાનક આગ લાગી હતી. જોતા જોતા આગ અન્ય ફ્લોર સુધી ફેલાઈ ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે ધૂમાળાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. જ્યારે બી વિંગમાં રહેતા રહીશો આગની ઘટના કારણે ડરી ગયા હતા. જોકે આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આથી વેસુ, મજુરા, અડાજણ, માન દરવાજા, પાલનપુર સહિતની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્વરિત આગ પર કાબૂ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો. જો કે, કલાકોની જેહમત બાદ ફાયર ટીમ દ્વારા આગ નિયત્રણમાં લેવાઈ હતી. જ્યારે બિલ્ડિગમાં ફસાયેલા લોકોને છત પર જવા કહેવાયું હતું.


બિલ્ડિંગમાં 30થી 40 લોકો ફસાયા હતા!

આગ એટલી વિકરાળ હતી કે તેના કાળા ધૂમાળાથી બિલ્ડિંગના લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવા પામી હતી. જોકે ફાયરની ટીમ દ્વારા સમયસર બિલ્ડિંગમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થયાના સમાચાર નથી. જો કે, અમુક લોકોને સામાન્ય ઇજા થઈ હોવાની માહિતી છે. બિલ્ડિંગમાં લગભગ 35થી 40 લોકો ફસાયા હોવાની માહિતી છે. છઠ્ઠા માળે એક વૃદ્ધને પગમાં ફેક્ચર થયું હોવાથી તેમને પણ ફાયર વિભાગના લોકો નીચે લઈ આવ્યા હતા. જોકે, આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ હાલ જાણી શકાયું નથી. પરંતુ, આગની ઘટનાથી રહીશોમાં ફફડાળ જોવા મળી રહ્યો છે. આગ લાગવા પાછળના કારણની તપાસ કરાઈ રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application