સોનગઢના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ આઉટપોસ્ટ પોલીસ સ્ટેશનમાં આગ લાગતા જીઆરડી જવાનોની ૨ બાઈક સહીત ઇલેક્ટ્રિક લાઈનના ૪ મીટર બળીને આગ થઇ ગયા હોવાની ઘટના પોલીસ મથકે નોંધાઈ છે.
આગ લાગવાનું કારણ અકબંધ
મળતી માહિતી મુજબ સોનગઢ તાલુકાના બંધારપાડા આઉટ પોસ્ટ પોલીસમાં તા.૨/૦૩/૨૦૨૩ નારોજ રાત્રીના આશરે ૧૦:૩૦ કલાકના અરસામાં એકાએક આગ લાગી હતી. આ આગની ઘટનામાં આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનના મકાનના ઇલેક્ટ્રિક લાઈનના ૪ મીટર તેમજ સ્ટાટર બળીને ખાક થઇ ગયા હતા જોતજોતામા અહી પાર્ક કરેલી બે મોટર સાયકલ પણ આગની ચપેટમાં આવી જતા બને મોટર સાયકલ પણ બળીને ખાક થઇ ગઈ હતી. જેમાં યામાહા કંપનીની મોટર સાયકલ નંબર જીજે/૨૬/એસ/૨૯૬૭ જેની કિંમત રૂપિયા ૪૦ હજાર તેમજ હોન્ડા કંપનીની મોટર સાયકલ નંબર જીજે/૨૬/આર/૮૫૫૮ જેની કિંમત રૂપિયા ૪૦ હજાર મળી કુલ્લે રૂપિયા ૯૦ હજારની મત્તાનું નુકશાન થયું હતું. જોકે આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી,
આ બનાવમાં જીઆરડી હિતેશભાઈ મોટીલાલ ગામીતની ફરિયાદના આધારે સોનગઢ પોલીસે બનાવ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application