Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જામનગરમાં એક પ્રોવિઝન સ્ટોરમાં આગ લાગતાં કરિયાણું અને ફર્નિચર બળી ખાખ થયા

  • November 23, 2024 

જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં આવેલી એક પ્રોવિઝન સ્ટોરમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, અને અનાજ-કરિયાણું-ફર્નિચર વગેરે બળીને ખાખ થયા હતા. આ ઉપરાંત જામનગર શહેરમાં આગનાં ત્રણ બનાવો બનતાં ફાયરના જવાનોને દોડધામ રહી હતી. મળતી માહિતી મુજબ, જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર-9નાં છેડે જય જલારામ પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં રાત્રે બે વાગ્યાના અરસામાં અકસ્માતે ઇલેક્ટ્રીક વાયરીંગમાં શોર્ટ સર્કિટ થવાનાં કારણે આગ લાગી હતી. જે આગના લબકારા જોઈને આસપાસના રહેવાસીઓ ઉઠી ગયા હતા અને દુકાનના માલિક મણીલાલ મુરતિયા ને જાણ કરાઈ હતી.. ત્યારબાદ ફાયર બ્રિગેડને પણ જાણ કરાઈ હતી, જેથી ફાયરના જવાનો બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઈ લીધી હતી.


તે પહેલા દુકાનમાં રહેલું અનાજ કરિયાણું, પ્રોવિઝનની ચીજ વસ્તુઓ, તથા લાકડાનું ફર્નિચર વગેરે બળીને ખાખ થયા હતા. જામનગર શહેરના ગાંધીનગરમાં એરફોર્સની જગ્યામાં તેમજ બેડેશ્વર અને બેડી બંદર રોડ ઉપર ત્રણ સ્થળોએ કચરા અને ઘાસચારામાં લાગેલી આગથી ફાયર બ્રિગેડના જવાનોમાં દોડધામ મચી ગઈ હતી અને 3 ગાડી પાણીનું ફાયરીંગ કરીને આગ બુઝાવી હતી. જોકે અન્ય કોઈ જાનહાની થવા પામી ન હતી.શહેરના ગાંધીનગરમાં આવેલ એરફોર્સની જગ્યામાં કચરામાં આગ લાગતા ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચી ગયા હતાં અને આગ વધુ પ્રસરે તે પહેલા જ આગ બુઝાવી હતી. આ ઉપરાંત બેડેશ્વરમાં સંજય ઓઈલમીલ પાસે ખુલ્લા કચરામાં આગ લાગતા ફાયરના જવાનોએ એક ગાડી પાણીનું ફાયરીંગ કરીને આગને બુઝાવી હતી.આ ઉપરાંત શહેરના એરફોર્સ રોડ, બેડી બંદર રોડ મહાકાળી સર્કલની બાજુમાં ખુલ્લા પ્લોટમાં ઘાસચારામાં આગ લાગતા ફાયરના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ બુઝાવી હતી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application