સુરતનાં પાંડેસરા GIDC ખાતે આવેલી આકૃતિ ડાઈંગ મીલમાં અચાનક આગ લાગતાં ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જે રીતે ઘટના અંગેની જાણ કરવામાં આવી તેને લઈ જુદા જુદા ચાર ફાઇલ વિભાગની ગાડીઓ ઘટના સ્થળે મોકલી આપી હતી. જોકે મજુરા, ડીંડોલી, માનદરવાજા અને ભેસ્તાન ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓ આગ ઉપર કાબુ મેળવવા ઘટના સ્થળે પહોંચી આવી હતી. ઘટનાને લઇ ફાયર વિભાગ દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો. ફાયર વિભાગનો કાફલો પહોંચ્યા બાદ તાત્કાલિક આગ પર કાબુ મેળવી લીધો હતો.
ત્યારબાદ આ કયા કારણોસર લાગી તેની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મીલમાં આવેલા સેન્ટર મશીનમાં કોઈ કારણોસર આગ લાગી ઉઠી હતી. જોત જોતામાં આગ પ્રસરી ગઈ હતી. ત્રણની મીલમાં આગને લઈ ધુમાડા ફેલાઈ ગયા હતા. મશીનની નજીક રહેલ ગ્રે કાપડનો જથ્થો અને ઓઇલ પડ્યું હતું. ત્યારે આગનાં કારણે ગ્રે-કાપડનો માલ અને ઓઈલ ટેંક આગની જપેટમાં આવી જતા આગ વધુ પ્રસરી હતી.
જયારે મીલમાં આગ લાગી હોવાની જાણ થતા જ કર્મચારીઓથી ધમધમી રહેલી મીલમાં નાસભાગ મચી ગઈ હતી. આગની આ ઘટનાને લઈને ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી. એક કર્મચારીએ તો આગથી બચવા પહેલા માળેથી કુદી પાડ્યો હતો જેને લઇ તેને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે આ ઘટનામાં બે કર્મચારીઓ 25થી 30 ટકા દાઝી ગયા હતા.
જયારે દિનેશભાઈ (ઉ.વ.50) અને સુંદશું યાદવ (ઉ.વ.41) બંને કર્મચારીઓ મશીનની નજીક કામ કરતા હોવાથી આગની જપેટમાં આવી ગયા હતા. બંને કર્મચારીઓ દાજી જતા તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મીલના સેન્ટર મશીનમાં આગ લાગતા આસપાસ ઓઈલ અને કાપડ બળીને ખાસ થઈ ગયા હતા. જેને લઇ ત્રણ માનનીય મીલમાં ધુમાડો વાયુવેગે પસી ગયો હતો.
ત્યારે મીલમાં કામ કરી રહેલા મહિલા કર્મચારીથી લઈને પુરુષ કર્મચારીઓ આ ધુમાડાના ગુમડામણનો ભોગ બન્યા હતા. આ ઘટનામાં બે કર્મચારી દાજી ગયા અને 8 કર્મચારી ધુમાડાના કારણે ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં લક્ષ્મી કુમારી, લીમ સેટી, પૂજા સેટી, સોનીદેવી પાસવાન, શશીકાંત દેવારી, મમતા કુમારી, સીમારાવ શંકર યાદવ અને સુનંદા દેવીદાસ મિજન આ તમામ કર્મચારી ધુમાડાનો ભોગ બનતા ઇજાગ્રસ્ત થયા હતા. તેઓને તાત્કાલિક બહાર કાઢી સારવાર આપવામાં આવી હતી.
આગની આ ઘટનાને લઈ અફરાતફરી મચી જવા પામી હતી. ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. કારીગરો અને કર્મચારીઓ જીવ બચાવવા માટે નાસભાગ કરી હતી. જેને લઈ ઘટના સ્થળે ફાયર પહોંચ્યા બાદ આગ પર કાબુ મેળવવાની સાથે સાથે કર્મચારીઓને રેસ્ક્યુ પણ કર્યા હતા. ફાયર વિભાગ દ્વારા મીલના બીજા માળે ફસાયેલા 15 જેટલા કર્મચારીઓને હાઇડ્રોલિક મશીન અને સીડી મારફતે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500